• લોકસભા ચૂંટણી 2024માં મંડીથી કંગના રનૌત જીતી
  • ભાજપ સાંસદ બનેલી કંગના રનૌતને કઈ સુવિધાઓ મળશે
  • કંગના રનૌતને કેટલો પગાર મળશે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે તેના કરિયરમાં અત્યાર સુધીની ઘણી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર પાત્રો ભજવ્યા છે અને તેમાંથી ઘણી ખ્યાતિ અને સંપત્તિ મેળવી છે. આજકાલ એક્ટ્રેસ રાજકારણમાં નામ કમાઈ રહી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ મંડીથી બીજેપી સાંસદ બની છે. તો જાણો તેને કઈ સુવિધાઓ મળવાની છે.

કંગના રનૌત 2024ની લોકસભા ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીથી જીતીને ભાજપની સાંસદ બની હતી. જે બાદ એક્ટ્રેસની જિંદગીમાં ઘણો બદલાવ આવવાનો છે. સાંસદ બન્યા પછી એક્ટ્રેસને સરકાર તરફથી માત્ર પગાર જ નહીં પરંતુ અનેક પ્રકારની લક્ઝરી પણ મળવાની છે.

એક્ટ્રેસને આટલો પગાર

કંગનાને તેના લોકસભા ક્ષેત્ર માટે દર મહિને 70,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 60,000 રૂપિયા મળશે. જો સેલેરીની વાત કરીએ તો એક્ટ્રેસને એક લાખ રૂપિયાનો પગાર મળશે. પગાર સિવાય કંગના રનૌતને દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધી મફત હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને મફત કોલ સુવિધા પણ મળશે. કંગના રનૌતને દર વર્ષે 4,000 લીટર પાણી અને 50,000 યુનિટ ફ્રી લાઈટની સાથે રહેવા માટે ફ્રી હાઉસ મળશે. જો એક્ટ્રેસ આ ઘરમાં નથી રહેતી તો તે ઘર ભથ્થા તરીકે દર મહિને 2 લાખ રૂપિયા લઈ શકે છે.

કંગનાને આ સુવિધાનો મળશે લાભ

કંગનાને દર વર્ષે 34 વખત ફ્રી ફ્લાઈટ સર્વિસ અને દરરોજના ખર્ચ માટે 2,000 રૂપિયા પણ આપવામાં આવશે. આ સિવાય કંગનાને ફ્રી મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી હતી. જ્યાં એક્ટ્રેસે કોંગ્રેસના ઉમેદવારને લગભગ 74 હજાર મતોથી હરાવ્યા હતા.

આ સંપત્તિની માલિક છે એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં એક્ટિવ છે. આ જ કારણ છે કે આજે તે 91.5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલિક છે. જેનો ખુલાસો એક્ટ્રેસે તાજેતરમાં ચૂંટણી એફિડેવિટમાં કર્યો હતો.

  • Follow us on: