- સંદેશખાલીમાં હિંસા મામલે NHRCના રિપોર્ટમાં દાવો
- સંદેશખાલીમાં બેદરકારીના કારણે માનવ અધિકારોનું ઉલ્લંઘન: NHRC
- પીડિત ગ્રામજનોએ હુમલા, ધમકીઓ અને જાતિય શોષણનો સામનો કર્યો : NHRC
સંદેશખાલીમાં હિંસા મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચનો રિપોર્ટ સામે આવ્યો છે. સંદેશખાલીમાં માનવાધિકારનું ઉલ્લંઘન થયું હોવાનું અને સ્થાનિક લોકોને ડરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલી હિંસાના મામલામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંદેશખાલીમાં બેદરકારીના કારણે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. અહેવાલો અનુસાર, પીડિત ગ્રામજનોએ હુમલા, ધમકીઓ અને જાતિય શોષણનો સામનો કર્યો હતો. સ્થાનિક લોકોને ડરાવવામાં આવ્યા હતા અને તેના કારણે તેઓને રાજ્ય છોડવાની ફરજ પડી હતી. આ રિપોર્ટ NHRC દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને DGPને મોકલવામાં આવ્યો છે.
સંદેશખાલી કેસ મામલે પ્રથમ દિવસે CBIને 50 ફરિયાદો મળી
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનો રોષ અટકવાનું નામ નથી લઇ રહ્યો, તેવામાં CBIએ તપાસની શરૂઆતના પહેલા જ દિવસે સંદેશખાલીમાં મહિલાઓ વિરૂદ્ધ ગુના અને જમીન પચાવી પાડવાના કેસમાં 50 ફરિયાદો મળી છે. હાઈકોર્ટના 10 એપ્રિલ, 2024ના રોજ CBIને આપેલા આદેશને પગલે લોકો ફરિયાદો નોંધાવવા માટે એક વિશેષ ઈમેલ આઈડી [email protected] શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે CBIને આ મેઈલ ID પર મેઈલ થકી મહિલાઓ અને જમીન સંબંધિત 50 જેટલી ફરિયાદો મળી છે. CBIના સૂત્રોના જણાવ્યા મુજબ, લોકોને અપીલ કર્યા બાદ મેઈલ દ્વારા 50 જેટલી ફરિયાદો મળી છે, જોકે પહેલા CBI આ ફરિયાદોની ખરાઈ કરશે, શું આ ખરેખર સાચી ફરિયાદો છે? શું સાચા કેસો છે? સમગ્ર મામલે ચકાસણી કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટના આદેશ બાદ CBIની તપાસ તેજ
આ પહેલા સંદેશખાલીમાં મહિલાઓની ઉત્પીડન અને ED અધિકારીઓ પર હુમલા બાદ CBIએ શેખ શાહજહાં અને તેના સહયોગીઓની ધરપકડ કરી હતી. આ પછી 10 એપ્રિલે હાઈકોર્ટે આદેશ જારી કરીને કહ્યું હતું કે, CBI સંદેશખાલીમાં મહિલાઓ અને જમીન સંબંધિત ગુનાઓના વધુ કેસની તપાસ કરે. હાઈકોર્ટના આદેશ બાદ CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથમ દિવસે CBIને ઈમેલ પર 50 ફરિયાદો મળી છે. હવે આ તમામ ફરિયાદોની ચકાસણી કરવામાં આવશે અને ફરિયાદ સાચી જણાશે. તેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.