• મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા એક્શન
  • સંજય નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઠરાવ પસાર કર્યો
  • સંજયને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ હટાવાયા

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસે પાર્ટીના બળવાખોર નેતા સંજય નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઠરાવ પસાર કર્યો છે. આ સાથે કોંગ્રેસે સંજયને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ હટાવી દીધા છે.

હાઇકમાન્ડ લેશે નિર્ણય- નાના પટોલે

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે અમે સંજય નિરુપમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે.

સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નામ હટાવ્યુ- નાના પટોલે

આ અંગે વધુમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે સંજય નિરુપમનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં હતું, જે રદ કરવામાં આવ્યું છે.

હું જાતે જ નિર્ણય લઇશ- સંજય

કોંગ્રેસની કાર્યવાહી બાદ સંજય નિરુપમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે મારા માટે વધુ ઉર્જા અને સ્ટેશનરીનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ તેની બાકી રહેલી ઉર્જા અને સ્ટેશનરીનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે કરવો જોઈએ. વધુમાં કહ્યું કે કોઈપણ રીતે પાર્ટી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. મેં આપેલો એક અઠવાડિયાનો સમયગાળો આજે પૂરો થયો છે. કાલે હું જાતે નિર્ણય લઈશ.


સંજય નિરુપમ કેમ આકરા પાણીએ ?

ઉલ્લેખનીય છે કે સંજય નિરુપમ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ શિવસેના યુબીટીએ અમોલ કીર્તિકરને અહીંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો, જેનાથી નિરુપમ નારાજ થઈ ગયા. સંજય નિરુપમ અગાઉ પણ બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ પર હાવી થવા બદલ શિવસેનાની યુબીટી પાર્ટીની ટીકા કરી હતી.


  • Follow us on: