• CISF હવે ભારતીય લોકશાહીના મંદિર એવા સંસદનું રક્ષણ કરશે
  • 1400 CRPF જવાનો પરત ફર્યા બાદ, 3300 કરતાં વધુ CISF જવાનો તૈનાત
  • સંસદ સંકુલમાં સંપૂર્ણ આતંકવાદ વિરોધી અને તોડફોડ વિરોધી સુરક્ષા ફરજો સંભાળશે

CISF હવે ભારતીય લોકશાહીના મંદિર, સંસદનું રક્ષણ કરશે. જો સત્તાવાર સૂત્રોનું માનીએ તો, 1400 CRPF જવાનોની પરત ફર્યા બાદ, 3300 કરતાં વધુ CISF જવાનો સોમવારથી સંસદ સંકુલમાં સંપૂર્ણ આતંકવાદ વિરોધી અને તોડફોડ વિરોધી સુરક્ષા ફરજો સંભાળશે. નોંધનીય છે કે CRPFના પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ (PDG)એ શુક્રવારે સંકુલમાંથી તેના કમાન્ડો, વહીવટી અને ઓપરેશનલ સાધનો, જેમ કે હથિયારો અને આદેશો હટાવી દીધા છે. 

CISF સવારે 6 વાગ્યે સંસદ સંકુલમાં પહોંચશે

ભારત સરકારે જૂની અને નવી સંસદની ઇમારતો અને સંલગ્ન માળખાઓની સુરક્ષા માટે કુલ 3,317 CISF જવાનોને તૈનાત કર્યા છે. 13 ડિસેમ્બરના રોજ સુરક્ષામાં ખામી બાદ સરકારે CRPFને ચાર્જ લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે CISFનું આતંકવાદ વિરોધી એકમ 20 મેના રોજ સવારે 6 વાગ્યાથી સંસદ સંકુલનો સંપૂર્ણ કાર્યભાર સંભાળશે.

સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સીઆરપીએફ પીડીજી અને દિલ્હી પોલીસના જવાનો અત્યાર સુધી સંસદની સુરક્ષા કરી રહ્યા હતા. હવે તેઓ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, PDG કર્મચારીઓને ખૂબ જ દુઃખ છે કે તેમનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં તેમને આ ફરજ છોડવી પડી. 

શું છે સમગ્ર મામલો?

13 ડિસેમ્બરે લોકસભામાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો, જ્યારે બે યુવકો ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને ડેસ્ક પર આવ્યા અને કલર ધુમાડો કાઢવા લાગ્યા. આ દરમિયાન આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો. તે જ સમયે તેના મિત્રોએ પણ સંસદની બહાર આવા જ દેખાવો કરવા માંડ્યા. આરોપીઓએ તપાસકર્તાઓને કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મણિપુર હિંસા, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો હતો. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે તેની સામે કડક આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. 

આરોપીઓ કોણ છે અને કયા શહેરના છે?

  • મનોરંજન ડી, મૈસુર, કર્ણાટક
  • સાગર શર્મા, રામનગર, લખનૌ
  • નીલમ, હિસાર, હરિયાણા
  • અમોલ શિંદે, લાતુર, મહારાષ્ટ્ર
  • લલિત, તેનું શહેર હજી જાણી શકાયું નથી
  • વિશાલ શર્મા, હિસાર, હરિયાણા

  • Follow us on: