• SBIના ચેરમેને SCમાં એફિડેવિટ આપ્યું
  • ઇલેક્ટોરલ બોન્ડ મામલે SBIનું એફિડેવિટ
  • ખરીદેલા અને રોકડ બોન્ડની તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા SCના આદેશનું એસબીઆઇએ પાલન કર્યું છે. ખરીદેલા અને રોકડ કરવામાં આવેલા તમામ બોન્ડની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવામાં આવી છે. આ સાથે જ તમામ બોન્ડના નંબર પણ જણાવવામાં આવ્યા છે.

SBIના ચેરમેને સોગંદનામુ ફાઇલ કર્યુ

SBIના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં અનુપાલન સોગંદનામું ફાઈલ કર્યું છે અને કહ્યું છે કે આલ્ફાન્યૂમેરિક નંબરો સહિત ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ વિગતો ચૂંટણી પંચને જાહેર કરવામાં આવી છે.મહત્વનું છે કે એસબીઆઇએ આપેલી આ માહિતીથી સ્પષ્ટ થઇ જશે કે કઇ કંપની અને વ્યક્તિએ કઇ રાજકીય પાર્ટીને ઇલેક્ટોરલ બોન્ડ રૂપે કેટલું ડોનેશન આપ્યું છે. 

SBI ચેરમેને શું કહ્યું?

SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે કોર્ટના આદેશ મુજબ અમે 21 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા પહેલા ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે. આ માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, રિડીમ કરેલા બોન્ડની કિંમત/નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષ અને બોન્ડ ખરીદનારની KYC વિગતો જાહેર કરવામાં આવી નથી.

SCએ લગાવી હતી ફટકાર

મહત્વનું છે કે ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ડેટાને યોગ્ય રીતે જાહેર કરી શકી નથી. કોર્ટે SBIને ફરી ઠપકો આપવો પડ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પૂછ્યું હતું કે શું બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી? સોમવારની સુનાવણીમાં, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે બેંકો અને કંપનીઓ વતી હાજર રહેલા વકીલોને નિર્દેશ આપ્યો કે એસબીઆઈને 21 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા બોન્ડ્સ સંબંધિત તમામ ડેટા જાહેર કરવાનો આદેશ આપે. નિર્ણય અનુસાર, બેંક બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપવાનો હતો, જે આયોગની સાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે, જેથી તે સરળતાથી મળી શકે. આ આદેશ બાદ SBIએ ગુરુવારે ચૂંટણી પંચને આ ડેટા આપ્યો.

  • Follow us on: