• ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા કર્યો જાહેર
  • ચૂંટણી પંચે વેબસાઈટ પર 2 ડેટા કર્યા અપલોડ
  • 763 પેજનો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા અપલોડ કર્યો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ ડેટા ઈલેક્શન કમિશનને સોંપી દીધા હતા, ત્યાર બાદ હવે ચૂંટણી પંચે 14 માર્ચે ડેટા અપલોડ કર્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ્સે તેમની વેબસાઈટ પર ડેટા અપલોડ કરતી વખતે એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, વેબસાઈટ પર SBI તરફથી પ્રાપ્ત થયેલા ડેટા અપલોડ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને કડક આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા મંગળવાર સાંજ સુધીમાં ચૂંટણી પંચ (EC)ને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ મંગળવારે સાંજે ચૂંટણી પંચને તમામ ઈલેક્ટોરલ બોન્ડ ડેટા સોંપી દીધા હતા. જે બાદ આજે ચૂંટણી પંચે આ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરી છે.


અહીં ક્લિક કરીને જુઓ સંપૂર્ણ યાદી

આ તમામ કંપનીઓ આ ડેટામાં સામેલ 

ચૂંટણી પંચ દ્વારા અપલોડ કરવામાં આવેલા ડેટા અનુસાર, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાઓમાં સામેલ છે. તેમના નામ નીચે મુજબ છે - મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઇઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઇસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઇન, વેલસ્પન અને સન ફાર્મા વગેરે કંપનીઓના ડેટામાં સામેલ છે.

આ પક્ષોને ફંડ મળ્યું 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટામાં સામેલ તમામ પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં DMK, JDS, NCP, તૃણમૂલ કોંગ્રેસ, JDU, RJD, AAP, SPએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવ્યું છે. આ સિવાય ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા મેળવનારાઓમાં ભાજપ, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસનો સમાવેશ થાય છે.

અહીં ક્લિક કરીને જુઓ કઈ પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડ વટાવ્યા?

તમને જણાવી દઈએ કે આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સાર્વજનિક કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. જે અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

  • Follow us on: