• ફેક ચેકિંગ યુનિટ સ્થાપિત કરવા અંગે રોક
  • સુપ્રિમ કોર્ટે કહ્યું આના પર વિચાર કરવો જરૂરી
  • નાગરિકોની અભિવ્યક્તિની આઝાદી સાથે જોડાયેલા છે સવાલો

ઇન્ટરનેટ મીડિયા પર ફેક કન્ટેન્ટની ઓળખ કરવા માટે સરકાર તરફતી સ્થાપિત કરવામાં આવી રહેલી ફેક ચેકિંગ યુનિટ સ્થાપિત કરવામાં કેન્દ્ર સરકારના નોટિફિકેશન પર સુપ્રિમ કોર્ટે રોક લગાવી છે. કોર્ટનુ કહેવુ છે કે આ મામલે નાગરિકોની અભિવ્યક્તિની આઝાદીથી જોડાયેલા મોટા સંવેધાનિક સવાલો સામેલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.

શુ બહાર પાડ્યુ છે નોટિફિકેશન ?

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ લગાવ્યો હતો. મહત્વનું છે કે સરકારે FCU યુનિટ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ અંતર્ગત નિયમોમાં થયેલા સુધારા અનુસાર, FCU યુનિટને નકલી લાગતી કેન્દ્ર સરકાર સાથે સંબંધિત આવી માહિતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાની રહેશે. નહી તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. અરજદારોએ આ અંગે અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, હાઈકોર્ટે સુધારા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી હતી

કુણાલ કામરા અને અન્ય અરજદારોએ બોમ્બે હાઈકોર્ટમાં કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી એફસીયુની રચના પર સ્ટે માંગ્યો હતો, પરંતુ હાઈકોર્ટે સ્ટે માટેની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જી.એસ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે 31મીએ આ નિર્ણય આપ્યો હતો. આ પછી અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


  • Follow us on: