• કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ
  • કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો
  • હોસ્પિટલોમાં ડોકટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ 

કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રેપ પીડિતાની ઓળખ જાહેર કરી શકાય નહીં. તેમ છતાં પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. જે બાદ CJIએ તેને હટાવવાનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે કોલકાતા ઘટના મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી અને આજે તેની સુનાવણી કરી. કોર્ટે ઘટના સાથે જોડાયેલા અનેક પાસાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ કરી રહેલી CBI પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલોમાં ડોકટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે ગુનાની વહેલી સવારે ખબર પડી હતી, પરંતુ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું કે જ્યારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલની વર્તણૂકની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા.

  • Follow us on: