• કોલકાતા રેપ અને મર્ડરની ઘટના
  • સુપ્રિમ કોર્ટે ટાસ્ક ફોર્સની રચના માટે આપ્યા નિર્દેશ
  • 'હોસ્પિટલોના એન્ટ્રી પોઈન્ટ્સ પર યોગ્ય સ્ક્રિનિંગ થાય'

કોલકાતા રેપ અને મર્ડર મામલે સુપ્રિમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દેશના કેટલાક ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સને એક એક્શન પ્લાન પણ આપ્યો છે. સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે આ અંગે નિર્દેશ આપ્યો છે કે એક્શન પ્લાન રાષ્ટ્રીય સ્તરનો હશે. ત્યારે આવો જાણીએ કોર્ટ દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા શું સજેશન આપવામાં આવ્યા.

સીજેઆઇએ નિર્દેશ આપતા વધુમાં જણાવ્યું હતું કે જાતિ આધારિત હિંસાને રોકવા માટે વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત ઇન્ટર્ન્સ, રેસિડેન્ટ્સ અને નોન-રેસિડેન્ટ ડોક્ટરો માટે કામનું ગૌરવપૂર્ણ વાતાવરણ ઊભું કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક્શન પ્લાનમાં હોસ્પિટલોના એન્ટ્રી પોઈન્ટ્સ પર યોગ્ય સ્ક્રિનિંગ અને દર્દીઓની સાથે આવતા એટેન્ડન્ટ્સની સંખ્યા ઘટાડવા પણ કહ્યું છે. ત્યારે આ અંગે સુપ્રિમ કોર્ટે શું સૂચનો આપ્યા, આવો જાણીએ

આ સૂચનો

  • હોસ્પિટલોના ઈમરજન્સી રૂમ વિસ્તારોમાં વધારાની સુરક્ષા વધારવી જોઈએ.
  • એન્ટ્રી પોઈન્ટ પર સામાનની તપાસ થવી જોઈએ, જેથી સશસ્ત્ર લોકોને હોસ્પિટલમાં પ્રવેશ ન મળે.
  • દર્દી સિવાયના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી બિનજરૂરી ભીડ ન થાય.
  • ભીડને નિયંત્રિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.
  • ડોક્ટરો માટે આરામ ખંડ હોવો જોઈએ. આ સિવાય ડોક્ટરો અને નર્સોના આરામ માટે એક કોમન એરિયા હોવો જોઈએ.
  • આ સ્થળોએ પ્રવેશ માટે બાયોમેટ્રિક્સ અને ચહેરાની ઓળખ હોવી જોઈએ.
  • હોસ્પિટલ પરિસરમાં દરેક જગ્યાએ પૂરતી લાઇટિંગ હોવી જોઇએ. દરેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવે
  •  મેડિકલ પ્રોફેશનલ્સ માટે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પરિવહનની સુવિધા હોવી જોઈએ.
  • સમસ્યાઓ અને કટોકટીનો સામનો કરવા માટે વર્કશોપનું આયોજન કરવું.
  • સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થાનું ત્રિમાસિક ઓડિટ થવું જોઈએ.
  • હોસ્પિટલમાં ભીડના હિસાબે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે.
  • તબીબી સંસ્થાઓમાં પોશ એક્ટનો અમલ અને ICCની રચના.
  • મેડિકલ પ્રોફેશનલ્સ માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરોની સુવિધા.

તબીબી વ્યવસાયોનો સમાવેશ

ચીફ જસ્ટિસે કહ્યું કે નેશનલ ટાસ્ક ફોર્સ આ તમામ મુદ્દાઓ અને અન્ય બાબતોનો સમાવેશ કરીને એક એક્શન પ્લાન તૈયાર કરાશે. તે એક યોગ્ય સમયમર્યાદા પણ સૂચવશે જેના આધારે આ સૂચનો હોસ્પિટલોમાં લાગુ કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે નેશનલ ટાસ્ક ફોર્સને આદેશની તારીખથી ત્રણ અઠવાડિયાની અંદર વચગાળાનો રિપોર્ટ અને અંતિમ રિપોર્ટ બે મહિનામાં સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે. CJI એ એ પણ સ્પષ્ટ કર્યું કે આ ચુકાદામાં વપરાયેલ 'તબીબી વ્યાવસાયિક' શબ્દ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનો સંદર્ભ આપે છે. આમાં ડોકટરો, ઇન્ટર્નશીપ કરતા તબીબ વિદ્યાર્થીઓ, રહેવાસીઓ, વરિષ્ઠ નિવાસી ડોકટરો, નર્સો અને નર્સિંગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે.


  • Follow us on: