- સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી
- સુપ્રિમ કોર્ટે જામીન અરજી ફગાવી
- સરેન્ડર કરવાના આપ્યા આદેશ
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
10 મહિનાથી મેડિકલ જામીન પર
જસ્ટિસ એ.એસ બોપન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર અને સહ-આરોપી અંકુશ જૈનની જામીન અરજી પર સુનાવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન 26 મે 2023થી મેડિકલ જામીન પર છે. 25 સપ્ટેમ્બરે કોર્ટે સત્યેન્દ્રની વચગાળાની જામીન 9 ઓક્ટોબર સુધી લંબાવી હતી. છેલ્લી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી મહત્વપૂર્ણ કામના કારણે કોર્ટમાં હાજર રહી શકશે નહીં. આવી સ્થિતિમાં કોર્ટે તબીબી આધાર પર વચગાળાના જામીન લંબાવ્યા હતા.
30મે, 2022એ કરી હતી ધરપકડ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લૉન્ડ્રિંગ કેસના સંબંધમાં EDએ 30 મે, 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે તેની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરી હતી. ધરપકડ બાદ જૈને દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. 6 એપ્રિલ, 2023 ના રોજ, દિલ્હી હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો
સત્યેન્દ્ર જૈન પર શું છે આરોપ ?
વર્ષ 2018માં EDએ આ કેસમાં સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરી હતી. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ 22 મે, 2022ના રોજ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો. આ પછી, 26 મે, 2023 ના રોજ, સત્યેન્દ્ર જૈનને ખરાબ તબિયતના આધારે જામીન આપવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે. CBIએ 2017માં AAP નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR દાખલ કરી હતી. આ એફઆઈઆરમાં સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે. FIR મુજબ, સત્યેન્દ્ર જૈન સાથે સીધી રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવી હતી.
.