ઉત્તર પ્રદેશ સરકારે નવરાત્રિના નવમીના દિવસે એટલે કે 11 ઓક્ટોબરે રાજ્યમાં જાહેર રજા જાહેર કરી છે. એક વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર 11 ઓક્ટોબરે તમામ સરકારી ઓફિસો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.
CMએ 11 ઓક્ટોબરને જાહેર રજા તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો
મુખ્યપ્રધાનના આદેશ અનુસાર 11 ઓક્ટોબરે જરૂરી સેવાઓ સિવાયની તમામ કચેરીઓમાં રજા રહેશે. મુખ્યપ્રધાને વિવિધ સંસ્થાઓની વિનંતીઓને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે. માહિતી નિયામકે એક નિવેદનમાં જાણકારી આપતા કહ્યું હતું કે વિવિધ સંગઠનોની માગણીઓને ધ્યાને રાખીને શુક્રવારે નવમીના અવસર પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આવશ્યક સેવાઓ સિવાય 11 ઓક્ટોબરને જાહેર રજા તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર પ્રદેશમાં મહાનવમીની રજા મળી ન હતી.
અગાઉ 13મી ઓક્ટોબરે જ રજા હતી
નવદુર્ગા અષ્ટમી અને મહાનવમી અંગેની મૂંઝવણને કારણે સરકારે 12 ઓક્ટોબર શનિવારના રોજ મહાનવમીની રજા જાહેર કરી હતી. જો કે નવારત્રિની નવમી 11 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં અલગ-અલગ કર્મચારી સંગઠનોએ સરકારને અપીલ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે રાજ્યમાં લોકોને ત્રણ દિવસની રજા મળી છે. યોગી સરકાર દ્વારા રજાની જાહેરાત બાદ તમામ કર્મચારીઓએ CM યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ મુજબ દિવાળી પર પણ 3 દિવસની રજા રહેશે
સચિવાલયના કર્મચારીઓએ યોગી સરકાર પાસે સૌથી પહેલા 11 ઓક્ટોબરે રામ નવમીના અવસર પર રજા લેવાની માગ કરી હતી. આ સિવાય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ મુજબ દિવાળી પર પણ 3 દિવસની રજા રહેશે. 31મી ઓક્ટોબરે દિવાળી, 1લી નવેમ્બરે ગોવર્ધન પૂજા અને બીજી તારીખે ભાઈબીજ અને ચિત્રગુપ્ત જયંતિ માટે જાહેર રજાઓ રહેશે.