- શાઈસ્તા પરવીન અતીક અને અશરફની બેનામી મિલકતો વેચવામાં કામે લાગી
- વકીલ વિજય મિશ્રાને સંડોવીને બેનામી સંપત્તિ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે
- સીમા હૈદર ગેરકાયદે રીતે ભારત આવી ગઈ અને મામલો બીચક્યો
ઉત્તર પ્રદેશમાં માફિયા અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન અને અતીકના ભાઈ અશરફની પત્ની ઝૈનબ હવે પૈસાની અછતનો સામનો કરી રહી છે. હવે બંને અતીક અને અશરફની બેનામી મિલકતો વેચવામાં રોકાયેલા છે, જેથી તેઓ અલી અને ઉમરને જેલમાંથી બહાર કાઢીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકે. આ માટે બંને વકીલ વિજય મિશ્રાને સંડોવીને બેનામી સંપત્તિ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેનામી પ્રોપર્ટી મોટા પ્રમાણમાં વેચાઈ ગઈ હોત, પરંતુ આ દરમિયાન સીમા હૈદર ગેરકાયદે રીતે ભારત આવી ગઈ હતી, જેના કારણે શાઈસ્તા પરવીનની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું હતું. શાઇસ્તાની આખી યોજના જેમની તેમ રહી ગઇ હતી. વકીલ વિજય મિશ્રાની ધરપકડ બાદ પૂછપરછમાં આ ખુલાસો થયો છે.
પ્રયાગરાજ અને લખનૌમાં આવેલી અતીકની બેનામી પ્રોપર્ટી વેચવી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય મિશ્રાએ પોલીસને જણાવ્યું હતું કે તે પ્રયાગરાજ અને લખનૌમાં આવેલી અતીકની બેનામી પ્રોપર્ટી વેચવા માટે ખરીદનારની શોધમાં હતો, પરંતુ યુપીમાં કોઈ બિલ્ડર અતીકની પ્રોપર્ટી ખરીદવા તૈયાર ન હતો. આવી સ્થિતિમાં નેપાળમાં રહેતા યુપીના એક માફિયાએ આ પ્રોપર્ટી ખરીદવા સંમતિ દર્શાવી હતી. વિજય મિશ્રાએ પ્રોપર્ટીની તસવીર અને વીડિયો સાથે જરૂરી દસ્તાવેજો નેપાળના તે માફિયાને વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. આ પછી જમીનનો સોદો કન્ફર્મ થયો. જોકે ખરીદનાર એકવાર સામસામે બેસીને વિજય મિશ્રા અને શાઇસ્તા કે ઝૈનબ સાથે વાત કરવા માંગતો હતો. આ માટે લખનૌમાં એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં અશરફની પત્ની ઝૈનબ, એડવોકેટ વિજય મિશ્રા અને નેપાળના ખરીદદાર માફિયા હાજર રહેવાના હતા.
26મી જુલાઈના રોજ નેપાળી માફિયાઓ સાથે બેઠક યોજાવાની હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક 26 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી. એડવોકેટ વિજય મિશ્રા લખનૌ પહોંચી ગયા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે ખરીદનાર તે દિવસે નહીં પરંતુ બીજા દિવસે નેપાળથી આવશે. આગામી ત્રણ દિવસ માટે બેઠકનો સમય સ્થગિત કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જ્યારે વિજય મિશ્રાએ નેપાળના માફિયાઓને મીટિંગ મોકૂફ રાખવાનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે પાકિસ્તાની બોર્ડર પરથી ગુલામ હૈદર નેપાળ થઈને ભારતમાં ઘૂસી આવી હતી, ત્યારથી નેપાળ સરહદ પર ચાંપતી નજર રખાતી હોવાથી તેમનુ આવવાનું મુશ્કેલ થઇ રહ્યુ હતુ.
એડવોકેટ વિજય મિશ્રા લખનૌમાં પાંચ દિવસથી રોકાયો હતો
નેપાળી માફિયાએ વકીલને કહ્યું કે સ્થાનિક પોલીસ અને SSB દરેક મુલાકાતીઓની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં નેપાળથી યુપી આવવું મુશ્કેલ છે. આ પછી એડવોકેટ વિજય મિશ્રાએ લખનૌમાં પાંચ દિવસ સુધી પડાવ નાખ્યો. ગયા રવિવારે પ્રયાગરાજ પોલીસે તેને પકડી લીધો હતો.