• મહાશિવરાત્રિ દરમિયાન રાજસ્થાનમાં ગંભીર ઘટના
  • શોભાયાત્રા દરમિયાન 14 બાળકોને લાગ્યો કરંટ
  • ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા

રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. શોભાયાત્રા કાઢતી વખતે ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કોટાની એમબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા છે.

ક્યારે બની ઘટના ?

મળતી માહિતી મુજબ આ ઘટના કુનહાડી થર્મલ ચોક પાસે રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. જેના કારણે સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક એમબીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મળતી માહિતી મુજૂ ઘાયલ થયેલા 14 બાળકોમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે. ઘટના એવી બની કે યાત્રા દરમિયાન બાળકો ધાર્મિક ધ્વજ લઈને જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન આ ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો. શિવ શોભાયાત્રા જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યાંથી પણ પાણી ફેલાયું હતું. જેના કારણે કરંટ ઝડપથી ફેલાઈ ગયો અને ઘણા બાળકોને તેની અસર થઇ હતી.

દર વર્ષે કરાય છે શોભાયાત્રાનું આયોજન

વીજ કરંટની ઘટના બનતાની સાથે જ રોષે ભરાયેલા પરિવારજનોએ આયોજકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને મારપીટ પણ કરી હતી. વાસ્તવમાં, દર વર્ષે વિસ્તારના લોકો દ્વારા કાલી બસ્તીમાં શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા બાળકો એકલા આવ્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો બાળકોને હાથમાં લઈને હોસ્પિટલ તરફ દોડી ગયા હતા.

આયોજકોની બેદરકારીને લીધે ઘટના બની- સ્થાનિક

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં એક બાળક 70 ટકા અને બીજો 50 ટકા દાઝી ગયો હતો. બાકીના બાળકો 10 ટકા સુધી દાઝી ગયા હતા. તમામની ઉંમર 9 થી 16 વર્ષની વચ્ચે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આયોજકોની બેદરકારીના કારણે આ ઘટના બની છે. તેણે બાળકો પર ધ્યાન આપવું જોઈએ.

લોકસભા સ્પીકર હોસ્પિટલ પહોંચ્યા

બીજી તરફ ઘટનાની જાણકારી મળતા જ લોકસભા સ્પીકર હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની ખબર-અંતર પૂછી. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા સ્પીકરે કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરાવવામાં આવશે. જો બાળકોની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેમને સૌથી મોટી હોસ્પિટલમાં પણ રિફર કરવાની જરૂર પડે તો તેમને ચોક્કસપણે રિફર કરવામાં આવશે. હાલમાં અહીં બાળકોને સારી સારવાર પણ મળી રહી છે.

  • Follow us on: