ઉત્તરપ્રદેશમાં એક એવી ઘટના બની છે જે તમે પણ જાણીને ચૌંકી ઉઠશો,કરવા ચોથનું પર્વ પતાવીને મહિલા કોન્સ્ટેબલ ઘરે પરત ફરતી હતી તે વખતે એક સુમસામ જગ્યા પરથી એક વ્યકિત આવે છે અને તેને ખેંચીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરે છે.આરોપી નજીકના ગામનો રહેવાસી છે.આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. બચવા માટે મહિલાએ તેની આંગળી પણ ચાવી હતી. આમાં તેનો એક દાંત પણ તૂટી ગયો હતો.


આરોપીની કરાઈ ધરપકડ

કરવા ચોથ નિમિત્તે સાસરે જઈ રહેલી મહિલા પોલીસકર્મી નિર્દયતાનો શિકાર બની હતી.આ ઘટના કાનપુરના સેન વેસ્ટ પારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વાસ્તવમાં, અયોધ્યામાં તૈનાત મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ કરવા ચોથના તહેવારની ઉજવણી કરવા તેના સાસરે જઈ રહી હતી. આ ઘાતકી ઘટનાને અંજામ આપનાર આરોપી એ જ ગામનો રહેવાસી હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે.

ઝઘડો કરીને આચર્યુ દુષ્કર્મ

શનિવારે મહિલા હેડ કોન્સ્ટેબલ અયોધ્યાથી કાનપુરમાં તેના ગામ જઈ રહી હતી, તે સાદા યુનિફોર્મમાં હતી. તેના સાસરે ગામ પહોંચે તે પહેલા મહિલા એક નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારબાદ એક યુવક તેને બળજબરીથી ખેતરમાં ખેંચી ગયો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો. કોન્સ્ટેબલે તેનો વિરોધ કર્યો અને આ દરમિયાન તેની આરોપીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. જો કે, તેણી પોતાને આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરી શકી ન હતી અને તે તેના પર દુષ્કર્મ કરવામાં સફળ રહ્યો હતો.

અંધારૂ હોવાથી બની ઘટના

એસીપી ઘાટમપુર રણજીત કુમારે જણાવ્યું કે અંધારું હોવાને કારણે આરોપી હેડ કોન્સ્ટેબલને ખેતરમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો અને તેના કપડાં ફાડી નાખ્યા. આરોપી બાજુના ગામનો હતો જેનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે કલ્લુ છે. પોલીસે તેની ધરપકડ કરી છે. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.પીડિત હેડ કોન્સ્ટેબલે પોલીસને જણાવ્યું કે જ્યારે આરોપીએ તેને ખેતરમાં ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલે આરોપીની એક આંગળી પણ ચાવી હતી, જેના કારણે મહિલા કોન્સ્ટેબલનો એક દાંત પણ તૂટી ગયો હતો. તે પછી પણ આરોપીએ મહિલાના કપડા ફાડીને દુષ્કર્મ આચર્યું હતું.

સર્ચ ઓપરેશન પણ કરાયું

સેન પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે મહિલા હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે આ વિસ્તારમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મહિલા કોન્સ્ટેબલે આપેલી ઓળખ, ચહેરા પરના નિશાન અને કપાયેલી આંગળીના કારણે આરોપીને થોડા સમય બાદ પકડી લેવામાં આવ્યો હતો. કલાક પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે.

  • Follow us on: