કેરળ કિનારે એક જોખમી ઘટના બની છે. અરબી સમુદ્રના દરિયાકાંઠે એક જહાજમાંથી જોખમી કાર્ગો પડી ગયો છે. જેમાંથી મરીન ગેસ ઓઇલ (MGO) અને સલ્ફર ફ્યુઅલ ઓઇલ (VLSFO) હતું. જે સમુદ્રમાં ઢોળાઈ જવાથી પર્યાવરણીય જોખમ ઊભું થાય છે. તેથી લોકોને દરિયાકાંઠે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (KSDMA) એ શનિવારે જાહેર ચેતવણીમાં દરિયાકિનારે ઢોળાયેલી વસ્તુ કે પદાર્થથી દૂર રહેવા જણાવ્યુ છે. તેલ સહિતનો માલ કન્ટેનરમાંથી કિનારા તરફ વહી શકે છે. જો લોકો આવી કોઈ વસ્તુ જુએ તો તેની નજીક ના જવું જોઈએ અને સ્પર્શ પણ ના કરવો જોઈએ. લીકેજને કારણે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં તેલના ગઠ્ઠા બનવાની શક્યતા છે.
તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના અપાઈ
આ અંગે, KSDMA ના સભ્ય સચિવ શેખર કુરિયાકોસે વોઇસ નોટ દ્વારા ચેતવણી આપી હતી. તેમને આ અંગેની માહિતી કોસ્ટ ગાર્ડ (ICG) તરફથી મળી હતી. દરમિયાન એવી ચેતવણી આપી કે લોકો આવી કોઈ વસ્તુ જુએ તો તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કોસ્ટ ગાર્ડે પુષ્ટિ આપી છે કે જહાજમાં મરીન ગેસ ઓઇલ (MGO) અને ખૂબ જ ઓછું સલ્ફર ફ્યુઅલ ઓઇલ (VLSFO) હતું. તે સમુદ્રમાં ઢોળાઈ જવાથી પર્યાવરણીય જોખમ ઊભું થતું હોય છે.
કોચી જતાં લાઇબેરિયન કન્ટેનર જહાજમાંથી 21 ને બચવાયા
ભારતીય કોસ્ટ ગાર્ડે X પર જણાવ્યું હતું કે, આ જહાજ MSC ELSA 3 છે, જે લાઇબેરિયન ધ્વજવાળું કન્ટેનર જહાજ છે. કોચીથી લગભગ 38 નોટિકલ માઇલ દક્ષિણ-પશ્ચિમમાં ડૂબી ગયું છે. તેમને જહાજ તરફથી તકલીફની ચેતવણી મળી હતી. જહાજ 23 મેના રોજ વિઝિંજામ બંદરથી નીકળ્યું હતું અને 24 મેના રોજ કોચી પહોંચવાનું હતું. 24 ક્રૂ સભ્યોમાંથી 21 ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.