- કર્ણાટકમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે
- આઈસ્ક્રીમ ખાધા બાદ 2 માસૂમ બાળકીની તબયત બગડી
- ઘટનામાં 2 જુડવા બાળકીનું મોત, માત હોસ્પિટલમાં સારવાર હેઠળ
કર્ણાટકમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું કે, બાળકોના મૃતદેહને મિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકોના મોતને લઈને અનેક શંકાઓ છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
કર્ણાટકમાં આઈસ્ક્રીમ ખાવાથી જોડિયા માસૂમ બાળકીઓના મોત થયા છે. તે જ સમયે, તેની માતા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના કર્ણાટકના મંડ્યા જિલ્લાના બેટ્ટહલ્લી ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે માતા અને બાળકીઓએ ગામના એક વિક્રેતા પાસેથી આઈસ્ક્રીમ ખરીદીને ખાધો હતો. થોડી જ વારમાં તે બીમાર પડી. પાછળથી બંને જોડિયા બાળકી પૂજા અને પ્રસન્ના ઘરે મોત નીપજ્યું હતું. માતાની હાલત ગંભીર જોઈને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.













