- લોકસભા બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ
- બીજેપી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં
- બીજેપીએ ચાર રાજ્યોમાં જાહેર કર્યા પ્રભારી-સહપ્રભારી
લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં બીજેપી લાગી ગઇ છે. આ વર્ષે ચાર રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેવામાં પાર્ટી હાઇકમાન્ડે ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારી નિયુક્ત કર્યા છે. ત્યારે આવો જાણીએ ચારેય રાજ્યોમાં કોને કયુ પદ આપવામાં આવ્યું.
તાત્કાલિક અસરથી લાગુ થશે નિયુક્તિ
મહારાષ્ટ્ર
ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવ્યા છે જ્યારે અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી બનાવાયા છે.
હરિયાણા
ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે વિપલવ કુમાર દેવ સહ-પ્રભારી બનાવાયા છે.
ઝારખંડ
શિવરાજ સિંહ ચૌહાણને ઝારખંડના પ્રભારી જ્યારે હિમંતા બિસ્વા સરમા અને સહ પ્રભારીબનાવાયા છે.
જમ્મુ કાશ્મીર
જી કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે
જમ્મુ કાશ્મીરમાં ક્યારે ચૂંટણી ?
મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની 9 0બેઠક માટે 30 સપ્ટેમ્બરે મતદાન થવાની સંભાવના છે. જ્યારે બાકીના રાજ્યોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ તમામ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકે છે. અહીં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી. ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર બની હતી. જો કે 2018માં અહીં સરકાર પડી ગઇ હતી.
ઓક્ટોબર-નવેમ્બરમાં ઝારખંડ-મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણી
ઓક્ટોબર-નવેમ્બરમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જો આ ત્રણેય રાજ્યોની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હરિયાણામાં ભાજપની સરકાર છે. નાયબ સિંહ સૈની રાજ્યના મુખ્યમંત્રી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસનું મનોબળ ઉંચુ છે. આ વખતે તેમણે હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો ગુમાવી છે જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. 2019માં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.