• પીએમ મોદી 18 જૂને કાશીના પ્રવાસે
  • ગંગા આરતી અને જનસભા સંબોધનનનો કાર્યક્રમ
  • કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરશે

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી પીએમ મોદી પહેલીવાર વારાણસી જવાના છે. 18 જૂને તેઓ વારાણસી જશે. અહીં તેઓ જનસભા, ગંગા આરતી તથા મંદિરમાં પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના આગમનને લઇને બીજેપી કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

દમદાર સ્વાગત કરાશે

પીએમ મોદીની કાશી મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોએ એરપોર્ટથી સ્થળ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી લીધી છે. સ્થાનિક પાર્ટીના નેતાઓ, પ્રાદેશિક ધારાસભ્યો અને અધિકારીઓ વિવિધ માર્ગો પર પીએમ મોદીનું ઢોલ-નગારા અને ફૂલોના હાર સાથે સ્વાગત કરશે. મળતી માહિતી અનુસાર 18 જૂને વ. એરપોર્ટથી રાજાતાલાબ માર્ગ અને અન્ય મુખ્ય કાર્યક્રમ સ્થળોએ તેમનું ઢોલ-નગારા અને પરંપરાગત શૈલી સાથે સ્વાગત કરવામાં આવશે. દરેક પોઈન્ટ પર ભાજપના સ્થાનિક નેતાઓ, પ્રદેશ ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહેશે.

ખેડૂતલક્ષી યોજાશે કાર્યક્રમ

18 જૂને પીએમ નરેન્દ્ર મોદી વારાણસીના મહેંદીપુર ગામમાં ખેડૂતોને લગતા મોટા કાર્યક્રમમાં ભાગ લેશે. આ અંગે ભાજપના કાર્યકરોએ વારાણસી લોકસભા સીટના 21 મંડળોના ખેડૂતોનો સંપર્ક કર્યો છે અને તેમને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

ગંગા આરતીમાં લેશે ભાગ

પીએમ મોદી વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપવાના છે. તેઓ કાશી વિશ્વનાથની પૂજા પણ કરશે.મહત્વનું છે કે પીએમ મોદીની જીતનું માર્જિન ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ તેમણે વિજયની હેટ્રિક લગાવી છે. 2014થી તેઓ અહીંથી સતત જીતી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે ફરી જ્યારે પીએમ મોદી વારાણસી આવી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરોની સાથે-સાથે જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: