સુપ્રિમ કોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો છે. સીજેઆઇ ડી.વાય ચંદ્રચુ઼ડ, જસ્ટિસ જેબી પારડી વાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. અરજીમાં મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયને પડકરાવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો નથી.



કેન્દ્ર સરકારને કર્યું આ સૂચન

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી' શબ્દને 'બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રી' શબ્દ સાથે બદલવા માટે વટહુકમ બહાર પાડવાનું સૂચન કર્યું હતું. સર્વોચ્ચ અદાલતે તમામ અદાલતોને હવે 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી' શબ્દનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.


ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા કહ્યું

જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે અમે દોષિતોની માનસિક સ્થિતિની ધારણાઓ પર તમામ સંબંધિત જોગવાઈઓને સમજાવવાનો અમારી રીતે પ્રયાસ કર્યો છે અને માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. અમે કેન્દ્રને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને બાળ જાતીય શોષણ સામગ્રી સાથે બદલવા માટે વટહુકમ બહાર પાડવા માટે પણ વિનંતી કરી છે. અમે તમામ હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.



  • Follow us on: