• સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ગુનાહિત કેસોનો મામલો
  • સુપ્રિમ કોર્ટે આવા કેસોને ઝડપી પતાવવા આપ્યો નિર્દેશ
  • આવા કેસો પર દેખરેખ રાખવા વિશેષ ખંડપીઠની રચના કરવા HCને કહ્યું

સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના ઝડપી નિકાલ માટે નિર્દેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદ-ધારાસભ્યો સામેના કેસોના ઝડપી નિકાલ અંગે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા ઘડવી તેના માટે મુશ્કેલ હશે. કોર્ટે હાઇકોર્ટને આવા કેસોની અસરકારક દેખરેખ અને નિકાલ માટે સુઓ મોટો કરવા જણાવ્યું હતું.

સુનાવણી સ્થગિત વિશેષ કારણોસર જ કરવી

સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટને જનપ્રતિનિધિઓ સામેના ગુનાહિત કેસોની દેખરેખ રાખવા માટે વિશેષ બેન્ચની રચના કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ ફોજદારી કેસોમાં જનપ્રતિનિધિઓ સામેના કેસ પર વિશેષ નીચલી અદાલતો પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રાયલ કોર્ટોએ મહત્વપૂર્ણ અને અનિવાર્ય કારણો સિવાય જનપ્રતિનિધિઓ સામેના કેસોની સુનાવણી સ્થગિત કરવી જોઈએ નહીં.

વિશેષ ખંડપીઠની રચના કરવા કહ્યું

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જન પ્રતિનિધિઓ વિરુદ્ધ પેન્ડિંગ ફોજદારી કેસને ઝલદીથી પતાવવાની માગ કરનારી અશ્વિની ઉપાધ્યાયની જનહિત અરજી પર ઉચ્ચ અદાલતો અને નીચલી અદાલતોને કેટલાક નિર્દેશ આપ્યા છે. કોર્ટની વ્યવસ્થામાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નામાંકિત ખંડપીઠની અધ્યક્ષતામાં ધારાસભ્યો સામે ફોજદારી ટ્રાયલ પર દેખરેખ રાખવા માટે વિશેષ ખંડપીઠની રચના કરશે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે પીઆઈએલ પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જનપ્રતિનિધિઓને સંડોવતા કેસોની સુનાવણી કરતી નિયુક્ત વિશેષ અદાલતો માટે પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ અને તકનીકી સુવિધાઓ સુનિશ્ચિત કરશે.


  • Follow us on: