- સુપ્રીમ કોર્ટે દિલ્હી જળ બોર્ડને નોટિસ પાઠવી
- અધિકારીઓ દિલ્હી જળ બોર્ડને ફંડ નથી આપી રહ્યાનો આરોપ
- આગામી સુનાવણી 10 એપ્રિલે હાથ ધરવામાં આવશે
AAP સરકારની અરજી પર 1 એપ્રિલે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવને નોટિસ પાઠવી હતી. આ અરજીમાં AAP સરકારે આરોપ લગાવ્યો હતો કે, વિધાનસભા દ્વારા બજેટની મંજૂરી હોવા છતાં અધિકારીઓ દિલ્હી જળ બોર્ડને ફંડ નથી આપી રહ્યા.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. AAP સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી જળ બોર્ડને નોટિસ પાઠવી છે. AAP સરકારે તેની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હી જલ બોર્ડે રાષ્ટ્રીય રાજધાનીમાં પીવાનું પાણી સપ્લાય કરતી સંસ્થાને ફંડ આપ્યું નથી. આ મામલામાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે કેસની સુનાવણી કરતા આ નોટિસ જારી કરી છે. આ નોટિસમાં કોર્ટે બાકી રકમની માહિતી માંગી છે.













