- પાર્ટીમાં ભંગાણી કોઈ વાત નેતાના મોઢે નથી.
- સુલેએ કહ્યું માત્ર એમનું વલણ ફરી ગયું છે.
- બેઠકને પારિવારિક બેઠક ગણાવી દીધી
એનસીપી નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પાર્ટીને લઈને ફરી એકવખત એવી વાત કહી દીધી છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણની ચહલપહલ વધી ચૂકી છે. તેમણે મોટો દાવો કર્યો છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે એનસીપીમાં કોઈ ફાટા પડ્યા નથી. એટલું જ નહીં, સુલેએ કહ્યું કે અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા છે, જેમણે માત્ર અલગ વલણ અપનાવ્યું છે.
પાર્ટીમાં કોઈ ફાટા પડ્યા નથી
સુપ્રિયા સુલે એક કાર્યક્રમમાં હાજરી આપવા પુણે પહોંચ્યા હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, NCPમાં કોઈ પ્રકારની ફાટ પડી નથી. અમારા પક્ષના કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે. અમે આ અંગે વિધાનસભા અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે. અજિત પવાર અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે, જેમણે અલગ વલણ અપનાવ્યું છે. શરદ પવાર અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે. જોકે, અજીત પવારે અઘાડી સરકારમાં મોટું સ્થાન મેળવ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે. પાર્ટીમાં કોઈ ફાટા પડ્યા નથી એવા નિવેદન આ પહેલા કેટલાક આગેવાનો પણ આપી ચૂક્યા હતા.
ચૂંટણીપંચનો પણ સંપર્ક કરાયો હતો
અજિત પવારે તારીખ 2 જુલાઈના રોજ તેમના કાકા શરદ પવાર સાથે બળવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં જોડાયા બાદ પણ એમની મુલાકાતથી રાજકારણમાં ઘણા સમીકરણો વહેતા થયા હતા. પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. જ્યારે તેમની સાથે 8 વધુ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવારે દાવો કર્યો હતો કે, તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ મામલે બંને પક્ષોએ ચૂંટણી પંચનો સંપર્ક પણ કર્યો છે. હકીકત એવી પણ છે કે, અજીત પવારે પાર્ટીને લઈને અંદરખાને પ્રચાર ઝુંબેશ ચાલું જ રાખી હતી.
ચાર વખતની બેઠક 'પરિવારલક્ષી'
સુપ્રિયા સુલેનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP ચીફ શરદ પવાર ભત્રીજા અજિત પવારના બળવા બાદ પાર્ટીને ફરીથી બનાવવાના પડકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, બળવા બાદ અજિત પવાર તેમના કાકા શરદ પવારને ચાર વખત મળ્યા છે. દર વખતે શરદ પવારે તેને પારિવારિક બેઠક ગણાવી છે. જોકે, એક વખતની ગુપ્ત બેઠક અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. માત્ર પરિવારના સંબંધોની વાત કરીને વાતને બીજી દિશા આપવા પ્રયાસ ક્યો છે. મહારાષ્ટ્રમાં 2019માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ભાજપે સૌથી વધુ 105 સીટો જીતી હતી. જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી હતી, જ્યારે NCPને 54 બેઠકો મળી હતી.
ભાજપ સાથે મળીને સરકારમાં
કોંગ્રેસને રાજ્યમાં 288 બેઠકો સાથે 44 બેઠકો મળી છે. આ ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. જોકે પરિણામો બાદ બંને પક્ષો વચ્ચે સીએમ પદને લઈને વિવાદ થયો હતો. આ પછી અજિત પવારે શરદ પવાર સામે બળવો કર્યો હતો. જેમાં મામલો પાર્ટીમાં મોટા પદને લઈને હતો. પછી તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાયા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. જો કે, બે દિવસ પછી, અજિત પવાર સમર્થન ન મેળવી શકતાં રાજીનામું આપી દીધું હતું. આ પછી શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. આ સરકારમાં ઉદ્ધવ ઠાકરે સીએમ અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા. જોકે, શિવસેનામાં એકનાથ શિંદે જૂથે બળવો કર્યો હતો. આ પછી શિંદેએ ગયા વર્ષે જૂનમાં 40 ધારાસભ્યો સાથે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.