- મોહન ભાગવતના નિવેદન બાદ સમાજવાદી પાર્ટીને નેતા મેદાને
- બંધારણનો ઉલ્લેખ કરીને કહી દીધી મોટી વાત
- સ્ક્રિનશૉટ શેર કરીને ટ્વિટર પર પોસ્ટ મૂકી
ભારત હિન્દુ રાષ્ટ્ર છે એવા મોહન ભાગવતના નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી દીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા આ પહેલા પણ હિન્દુ ધર્મને લઈને ચર્ચાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. જેના પર પછીથી વિવાદ થયો હતો. સ્વામી પ્રસાદ મૌર્ય કહ્યું હતું કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી. આ પહેલા પણ ન હતું. ભારત એક સંપ્રભુ રાષ્ટ્ર છે. આપણું બંધારણ નિરપેક્ષ રાષ્ટ્રની અવધારણા પર આધારિત છે. ભારતના તમામ લોકો ભારતીય છે. તમામ ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ આપણું ભારતીય બંધારણ કરે છે.
સ્ક્રિનશૉટ શેર કર્યા
સમાજવાદી પાર્ટીના નેતાએ એક સ્ક્રિનશૉર્ટ પણ શેર કર્યો છે. જેમાં મોહન ભાગવતના એ નિવેદનનો ઉલ્લેખ છે જેમાં તેઓ હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં રહેનારા દરેક ભારતીય હિન્દુ છે અને ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. શુક્રવારે એમનું આ નિવેદન સામે આવ્યું હતું. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, ઈન્ડિયા શબ્દ બોલવાથી બચવું જોઈએ. ભારત નામ પહેલાથી ચાલતું આવ્યું છે. જેને યથાવત રાખવું જોઈએ, એક હકીકત એવી પણ છે કે, આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે, વૈચારિક રીતે તમામ ભારતીય હિન્દુ છે અને હિન્દુનો અર્થ જ ભારતીય એવો થાય છે. થોડા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે, હિન્દુ ધર્મ એક છેત્તરપિંડી છે. જેના મૂળ બ્રાહ્મણવાદ સાથે જોડાયેલા છે.
અચાનક મૌન ધારણ કરી લીધુ
રામ ચરિત્ર માનસમાં કેટલીક વસ્તુઓ એવી લખી છે કે, જેનો કોઈ પ્રકારનો અર્થ થતો નથી. એમના આ પ્રકારના નિવેદનથી વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પોતાની પ્રતિક્રિયા ઠાલવી હતી. રોષ પ્રગટ કર્યો હતો. ઘણા સાધુ સંતોએ તો નેતા પાસે માફી માગવાની વાત કરી હતી. પણ આ વિવાદ પછી તેમણે એક પ્રકારનું મૌન ધારણ કરી લીધુ હતું. હવે મોહન ભાગવતના નિવેદન પર તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.