- સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો મામલો
- અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી પોલીસ
- સીસીટીવી અને ડીવીઆર લેવાની કોશિશ
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી પોલીસ પહોંચી. સીએમ હાઉસના જે ફૂટેજ સામે આવ્યા હતા તેમાં કેટલાક વીડિયો બ્લેન્ક હતા. જે મામલે પોલીસ તપાસ કરવા પહોંચી. મહત્વનું છે કે 17 મેના રોજ પણ દિલ્હી પોલીસ કેજરીવાલના ઘરે પહોંચી હતી.
શું મળ્યુ કેજરીવાલના ઘરેથી ?
દિલ્હી પોલીસને કેજરીવાલના ઘરેથી ડીવીઆર અને સીસીટીવી જપ્ત કર્યા છે. હાલ દિલ્હી પોલીસ સીએમ આવાસ પરથી બહાર નીકળી ગઇ છે. મહત્વનું છે કે આ મામલે દિલ્હી પોલીસે ગઇ કાલે બિભવકુમારની ધરપકડ કરી હતી.
કેજરીવાલ નિવાસ સ્થાન પહોંચ્યા
સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલાને લઈને રાજધાની દિલ્હીમાં જબરદસ્ત રાજકારણ ચાલી રહ્યું છે. મોડી રાત્રે કોર્ટે કેજરીવાલના આરોપી અંગત સચિવ વિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાર્ટીના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ બીજેપી કાર્યાલય તરફ કૂચ કરી હતી પરંતુ જો કે અરવિંદ કેજરીવાલને પરમિશન ન મળતા તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. જ્યા પહેલેથી જ દિલ્હી પોલીસ હાજર છે.
વિભવ કુમારે નથી આપ્યો પાસવર્ડ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારે મુંબઈમાં તેમનો ફોન ફોર્મેટ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તે ફોનનો પાસવર્ડ પણ નથી જણાવી રહ્યો. તેથી, ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે ફોન નિષ્ણાતને મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે એમ પણ કહ્યું છે કે તેમને હજુ સુધી સીએમ હાઉસમાંથી સીસીટીવી ડીવીઆર આપવામાં આવ્યું નથી. ડીવીઆર ડિજિટલ વિડિયો રેકોર્ડિંગ તરીકે ઓળખાય છે, જેમાં કેમેરાનું રેકોર્ડિંગ સંગ્રહિત થાય છે. પોલીસે ડીવીઆર માટે પાઠવી હતી.
CCTV સાથે છેડછાડ
તપાસમાં સામે આવ્યું છે કે અધિકારીઓને પણ સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી અને ડીવીઆરની ઍક્સેસ નથી. સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી પીડબલ્યુડી હેઠળ છે. દિલ્હી પોલીસને JE એટલે કે જુનિયર એન્જિનિયર મારફતે માત્ર એક જ વીડિયો પેન ડ્રાઈવ મળ્યો, જે તપાસ દરમિયાન ખાલી નીકળ્યો. દિલ્હી પોલીસે કહ્યું છે કે ઘટના સમયેના સીસીટીવી પણ ગાયબ છે.