• સ્વાતિ માલિવાલ કેસ મામલે એક્શન
  • સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના
  • SIT તપાસ રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપશે

આપ પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે દિલ્હી પોલીસ કાર્યવાહી કરી રહી છે. સીએમ હાઉસમાં બે વખત દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી . ત્યારે હવે આ મામલે દિલ્હી પોલીસે વધુ કડક રીતે કાર્યવાહી કરશે. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.

અંજિતા ચિપિયાલા ટીમનું નેતૃત્વ કરશે

પોલીસ અધિકારીએ કહ્યું કે સ્વાતિ માલીવાલ કેસમાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. SIT ટીમનું નેતૃત્વ ઉત્તર જિલ્લાના એડિશનલ DCP અંજિતા ચિપિયાલા કરશે. તેમની આગેવાનીમાં ત્રણ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ પણ SIT ટીમનો ભાગ હશે.. આ સાથે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમણે કેસ નોંધ્યો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે SIT તેનો તપાસ રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપશે.

બિભવની કરી હતી પૂછપરછ

મહત્વનું છે કે આ પહેલા સોમવારે સાંજે દિલ્હી પોલીસની ટીમ બિભવ કુમાર સાથે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. આ સમય દરમિયાન ઉત્તર જિલ્લાના અધિક પોલીસ કમિશનર અંજિતા ચિપિયલા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 13 મેના રોજ સવારે શું બન્યું હતું? સમગ્ર ઘટના જાણવા પોલીસે બિભવની હાજરીમાં ઘટનાસ્થળનું પુનરાવર્તન કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે બિભવ પૂછપરછમાં વધુ સહકાર આપી રહ્યો નથી. તે માત્ર હા કે નામાં જ જવાબ આપે છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને કેસ સાથે જોડાયેલ દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે.

આ લોકોના નોંધાયા નિવેદન

કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ ટીમ કેસને મજબૂત કરવા માટે દરેક પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમે સીએમ આવાસ પર હાજર ઘણા કર્મચારીઓ અને અન્ય લોકોના નિવેદનો નોંધ્યા હતા. હજુ 15 થી 20 લોકોના નિવેદન નોંધવાના બાકી છે. જેમાં પીસીઆર સ્ટાફ અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનો સમાવેશ થાય છે.

  • Follow us on: