• કચરામાંથી મળ્યો હીરાનો કિમતી હાર
  • ચેન્નાઇની અનોખી ઘટના
  • દીકરીને લગ્નમાં ભેટમાં આપવાનો હાર નીકળ્યો કચરામાંથી

કચરામાંથી કે પછી રસ્તે જતા આપણને દસ રૂપિયાની નોટ કે પાંચનો સિક્કો પણ મળી જાય તો આપણને કેટલી ખુશી થાય છે. તેવી જ રીતે આપણે ઘણીવાર ગુસ્સામાં આવીને આપણી કિંમતી ચીજવસ્તુઓ ફેંકી દેતા ખચકાતા નથી. પછી ભલે તે મોંઘી હોય. ત્યારે આવી જ એક ઘટના બની છે તમિલનાડુંના ચેન્નાઇમાં. આવો જાણીએ વિગતવાર

કિંમતી હીરાનો હાર ફેંકી દીધો કચરામાં

તમિલનાડુના ચેન્નાઈમાં એક વ્યક્તિએ હીરાનો હાર ભૂલથી કચરાપેટીમાં ફેંકી દીધો. આ એજ હાર હતો જેને તે વ્યક્તિની માતાએ તેની પુત્રીને લગ્નની ભેટ રૂપે આપ્યો હતો. તે દિકરીના થોડા દિવસમાં જ લગ્ન હતા. આવી સ્થિતિમાં તે વ્યક્તિની હાલત શું થઇ હશે. કોઇ આવો કિમતી હાર કેવી રીતે કચરા પેટીમાં નાંખી દે. પણ ભૂલ તો માણસથી થાય ને. જો કે પણ પછી તેને યાદ પણ આવી ગયું. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

લગ્નમાં દીકરીને આપવાની હતી ભેટ

મામલો વિરુગમ્બક્કમ વિસ્તારનો છે. અહીં રહેતા દેવરાજ નામના વ્યક્તિએ ઘરમાં રાખેલો હીરાનો હાર અકસ્માતે ખોવાઈ ગયો હતો. દેવરાજની માતાએ આ હીરાનો હાર તેની પુત્રીને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો અને તેના થોડા દિવસો પછી લગ્ન થવાના હતા. આ મામલે દેવરાજે મનપાની મદદ માગી હતી. મહાનગરપાલિકાની ટીમની મહેનત રંગ લાવી. તેને કચરાના ઢગલામાં હારમાં લપેટાયેલો હીરાનો હાર મળ્યો. હાર જોતાં જ માણસે રાહતનો શ્વાસ લીધો.

મનપાની મહેનત લાવી રંગ

દેવરાજ જ્યાં કચરો ફેંકવા ગયો હતો ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. દેવરાજે જે જગ્યાએ કચરો ફેંક્યો હતો, ત્યાં શહેરના અન્ય લોકો પણ કચરો ફેંકે છે. જેના કારણે ત્યાં કચરાના ઢગલા પડ્યા હતા. આ કચરામાંથી હીરાનો હાર શોધવાનો હતો. ટીમે તેમનું કામ શરૂ કર્યું. ભારે જહેમત બાદ ટીમને હારમાં વીંટાળેલ હીરાનો હાર મળ્યો. આ જોઈને દેવરાજે રાહતનો શ્વાસ લીધો. તેમણે મહાનગરપાલિકાની ટીમનો આભાર માન્યો હતો. આ કાર્યમાં ઈ-રિક્ષા ચાલક એન્થોનીસામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓક્ટોબર 2020માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વેસ્ટ મેનેજમેન્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીના તેઓ સમર્પિત કર્મચારી છે.

5 લાખ રૂપિયાનો હીરાનો હાર

દેવરાજે જણાવ્યું કે આ ડાયમંડ નેકલેસની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે. આ નેકલેસ મારી બહેનના લગ્નમાં ગિફ્ટ કરવાનો હતો. પરંતુ તેની એક ભૂલને કારણે તે ખોવાઈ ગયો. હાલમાં હાર મળ્યા બાદ દેવરાજ ઘણો ખુશ છે.


  • Follow us on: