અન્ના યુનિવર્સિટીના કથિત જાતીય શોષણના કેસમાં ન્યાયની માગણી સાથે તમિલનાડુના બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઇએ પોતાની જાતને ચાબુક મારતા જોવા મળ્યા હતા. તેમણે વિરોધના ભાગરૂપે પોતાને ચાબુક મારતા જોવા મળ્યા. ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં 19 વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણી પર ભાજપ આકરા પ્રહારો કરી રહ્યું છે. તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ આ કેસમાં ન્યાય માટે પોતાને કોરડા મારીને વિરોધ કર્યો હતો. આ સાથે અન્નામલાઈ રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.


શું બોલ્યા અન્ના મલાઇ?

તેમના ચાબુક મારવા અંગે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે જે કોઈ પણ તમિલ સંસ્કૃતિને સમજે છે તે હંમેશા જાણશે કે તે બધા આ ભૂમિનો એક ભાગ છે. પોતાની જાતને મારવી, પોતાને સજા કરવી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું એ આ સંસ્કૃતિનો એક ભાગ છે. તેને કોઇ વ્યક્તિ કે કોઇના વિરુદ્ધ નથી.

તેમણે કહ્યું કે મારો આ વિરોધ રાજ્યમાં સતત થઈ રહેલા અન્યાય વિરુદ્ધ છે. અન્ના યુનિવર્સિટીમાં જે બન્યું છે તે માત્ર એક સંકેત છે. ગઇકાલે મે જે ઘોષણા કરી હતી તે રસ્તા પર ચાલવાનું મે પસંદ કર્યુ છે. આ માર્ગ પર તો મારા ઘણા પૂર્વજો ચાલ્યા છે પોતાની જાતને કોરડા મારતા રહ્યા છે અને કોરડા મારતા રહેશે,.

શું છે અન્ના યુનિવર્સિટીનો મામલો?

અન્ના યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગની એક વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરવામાં આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થિનીએ પોતે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. આ મામલો સોશિયલ મીડિયા પર સામે આવતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક આરોપી જ્ઞાનસેકરનની ધરપકડ કરી છે. 37 વર્ષીય જ્ઞાનસેકરન યુનિવર્સિટી કેમ્પસ પાસે બિરયાની વેચે છે. આરોપીઓ કથિત રીતે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસ્યા હતા. તેણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીના મિત્રને માર માર્યો હતો. ત્યારપછી તેઓએ તેના પર જાતીય હુમલો કર્યો અને બાદમાં તેને ઝાડીમાં છોડી દીધી.


અન્ના મલાઇએ શું કરી હતી જાહેરાત ?

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોઈમ્બતુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્નામલાઈએ પોતાના ચંપલ ઉતાર્યા અને કહ્યું કે કાલથી જ્યાં સુધી ડીએમકે સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું કોઈ ચંપલ નહીં પહેરું. આ સાથે તેમણે ભગવાન મુરુગનના તમામ 6 ધામોના દર્શન માટે 48 દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી હતી.


  • Follow us on: