તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં વરસાદને કારણે હાલ બેહાલ છે. મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોએ ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ છે કારણ કે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન તો ખરા જ પરંતુ પરંતુ સુપરસ્ટાર રજનીકાંત પણ આ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમના ઘરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


રજનીકાંતના ઘરમાં પાણી ભરાયા 

સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. સુપર સ્ટાર રજનીકાંતના ઘરની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રજનીકાંતના આલિશાન ઘર સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. તેમના ઘરના ગેટની બહાર પાણી પાણી જોવા મળી રહ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તમિલનાડુમાં અતિભારે વરસાદની આગાહી

મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ સમગ્ર તમિલનાડુમાં "અતિ ભારે વરસાદ"ની ચેતવણી આપી છે. પરિણામે ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં તીવ્ર અસરો જોવા મળી રહી છે. ખરાબ હવામાનને કારણે ઘણી ટ્રેન, ફ્લાઇટ અને બસ સેવાઓ રદ તેમજ ડાયવર્ટ કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો એલર્ટ પર છે.


IMDની ચેતવણી

ઉલ્લેખનીય છે કે IMD એ 16 ઓક્ટોબરે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈ સહિત તમિલનાડુના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ બંગાળની ખાડી પર અપર એર સરક્યુલેશનને કારણે આ સ્થિતિ સર્જાઇ છે. શહેરના વિવિધ ભાગોમાં ભારે પૂરને કારણે રેલ્વે સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં ચેન્નાઈ-સેન્ટ્રલ-મૈસુર-કાવેરી એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. ઘણા મુસાફરોએ મુસાફરી ન કરવાનું પસંદ કર્યું હોવાથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ કેન્સલેશનનો સામનો કરી રહી છે.

એક્શનમાં સરકાર 

રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે, આવશ્યક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ચેન્નાઈ અને અન્ય જિલ્લાઓમાં કુલ 219 ડિઝાસ્ટર ટીમ અને બોટ તૈનાત કરવામાં આવી છે.


  • Follow us on: