ભારતીય વાયુ સેનાના ઇતિહાસમાં નવો અધ્યાય લખાશે. કારણ કે ફ્લાઇંગ ઓફિસર તનુષ્કા સિંહે પોતાના નામે કિર્તીમાન સ્થાપિત કર્યો છે. તનુષ્કા સિંહ જગુઆર ફાઇટર જેટ સ્કાડ્રનમાં કાયમી સ્થાન બનાવનાર પ્રથમ મહિલા બની છે. આ માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધી નથી પરંતુ ભારતીય વાયુ સેનામાં મહિલાઓની વધતી ભાગીદારીનો મજબૂત સંકેત છે. વિશ્વ મહિલા દિન અગાઉ આ મહિલાઓ માટે શ્રેષ્ઠ ભેટ સમાન છે.


આર્મીથી એરફોર્સ સુધીની સફર

તનુષ્કા સિંહનો પરિવાર હમેંશા દેશ સેવા સાથે જોડાયેલો રહ્યો છે. તેમના દાદા અને પિતા ભારતીય સેનામાં પોતાની સેના આપી ચુક્યા છે. જેના કારણે તનુષ્કા સિંહમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના ઉજાગર હતી. ઉત્તર પ્રેદેશના નિવાસી તનુષ્કા સિંહ વર્ષ 2007માં મંગલુરુમાં કાયમી સ્થાયી થયા હતા. તેણે DPS MRPL શાળા, સુરતકલથી શાળાનું શિક્ષણ મેળવ્યુ છે. અને બાદમાં શારદા પીયુ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે. તેમણે મણિપાલ ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ એંજિનિયરીગમાં બી.ટેકની ડિગ્રી મેળવી છે.

શરુઆતમાં તનુષ્કાનું સ્વપ્ન ભારતીય સેનામાં જોડાવાનું હતું, પરંતુ જ્યારે તેને ભારતીય વાયુસેનામાં મહિલાઓ માટે ઉપલબ્ધ તકો વિશે ખબર પડી, ત્યારે તેણે પોતાનું લક્ષ્ય બદલી નાખ્યું. તેમણે તમિલનાડુના ડુંડીગલમાં એરફોર્સ એકેડેમીમાં કઠોર તાલીમ લીધી, ત્યારબાદ તેમણે હોક એમકે 132 વિમાન પર વિશેષ તાલીમ મેળવી છે.

તાલીમ દરમિયાન કેટલીક મહિલા પાઇલટ્સે જગુઆર ફાઇટર જેટ ઉડાવ્યા હોવા છતાં, ફ્લાઇંગ ઓફિસર તનુષ્કા સ્ક્વોડ્રનમાં કાયમી ધોરણે સામેલ થનારી પ્રથમ મહિલા છે. આ ફાઇટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના કાફલામાં તેની વ્યૂહાત્મક હડતાલ ક્ષમતા અને ચોકસાઇથી હુમલો કરવાની શક્તિ માટે જાણીતું છે.

દરેક યુવતી માટે પ્રેરણા

તનુષ્કા સિંહ ટૂંક સમયમાં તેના સ્ક્વોડ્રનમાં સક્રિય ફરજ પર તૈનાત થશે અને આ સિદ્ધિ તે બધી યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. જેઓ આકાશની ઊંચાઈઓને સ્પર્શવાનું સ્વપ્ન જુએ છે.

  • Follow us on: