જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત નહીં બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકે નહીં. વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ અને મહત્વ સમજીએ.

મહિલા દિવસનો ઇતિહાસ

મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908માં, અમેરિકામાં કામ કરતી મહિલાઓએ ન્યૂયોર્કમાં ઓછા વેતન, લાંબા કામના કલાકો અને મતદાનના અધિકારની માગ સાથે પ્રદર્શન કર્યું. એક વર્ષ પછી, 1909 માં, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ 28 ફેબ્રુઆરીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. પાછળથી ક્લેરા ઝેટકીન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

1911માં જર્મની, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો.

મહિલા દિવસનું મહત્વ

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવુ

લિંગ સમાનતા તરફ કામ કરવું

મહિલા અધિકારોનું રક્ષણ

મહિલાઓની સામાજિક, રાજકીય અને આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપવું

શિક્ષણ, આરોગ્ય અને કાર્યસ્થળમાં મહિલાઓના અધિકારોને મજબૂત બનાવવું.

મહિલા દિવસ 2025ની થીમ

દર વર્ષે યુનાઇટેડ નેશન્સ મહિલા દિવસની થીમ નક્કી કરે છે. આ વર્ષે મહિલા દિવસ 2025ની થીમ ( Accelerate Action )એક્સિલરેટ એક્શન છે. થીમ તમામ મહિલાઓ અને યુવતીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.

  • Follow us on: