- કોઠાકોટામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 5 લોકોના મોત
- સમગ્ર ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વણપરતી જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા
તેલંગાણાના વાનપર્થી જિલ્લાના કોઠાકોટામાં એક વિશાળકાઇ વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.













