એક તરફ ભારત પાકિસ્તાન સરહદે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે ત્યાં બીજીબાજુ બાંગ્લાદેશ સરહદે પણ તણાવ ઊભો થયો છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ BGB સામસામે આવી ગયા છે. ભારતના BSF એ 14 લોકોને ‘નો મેન્સ લેન્ડ’માં મૂકી દીધા છે.


બાંગ્લાદેશની બોર્ડર ગાર્ડ (BGB) અને ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) વચ્ચે વધુ એક વખત તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. મંગળવારે કુરિગ્રામ જિલ્લાના રૌમારીના બોરાઈબારી સરહદ પર બની હતી. BSF એ કથિત રીતે સરહદ પાર કરવા જતાં 14 લોકોને નો-મેન્સ લેન્ડમાં મોકલ્યા હતા. બોર્ડર પિલર નંબર 1067 પાસે આ ઘટના બની હતી.

સરહદ પાર કરવા જતાં 14 પકડાયા

BSF તરફથી ચાર રાઉન્ડ ગોળીબાર પણ થયો હતો. જોકે, BGB એ આ દાવાને સંપૂર્ણપણે નકારી શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિને સંભાળી હતી. સરહદ પાર કરવા જતાં પકડાયેલા લોકો હજુ પણ નો-મેન્સ-લેન્ડમાં ફસાયેલા છે. આ લોકો બાંદરબન જિલ્લાના રહેવાસી હોઈ શકે છે, પરંતુ બાંગ્લાદેશે નાગરિક્તા મામલે પ્રતિસાદ આપ્યો નથી.

બાંગ્લાદેશની ફ્લેગ મીટિંગની ઓફર

બીજીબીના જમાલપુર બટાલિયન-35 ના સહાયક નિયામક શમસુલ હકે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગોળીબારના અહેવાલો માત્ર અફવાઓ છે. તેમણે કહ્યું કે BGB એ શાંતિ જાળવવા માટે ફ્લેગ મીટિંગની ઓફર કરી છે.

આસામની સીમાએ પણ ગોળીબાર

આસામના માંકાચર સેક્ટરની ઠાકુરાનબારી બોર્ડર પર BGB એ કથિત દબાણને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે BSF એ શૂન્ય રેખા પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો. કેટલાક સમયથી અહીં પણ પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી.


  • Follow us on: