મહારાષ્ટ્રના ધુલેમાં દિલ્હીના બુરારી જેવી ઘટના બનતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી, ઘરમાંથી મળી એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળતા પોલીસન મોતનું કારણ શોધી રહી છે.પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે.અને તેનો મૃતદેહ ત્યાં લટકેલી હાલતમાં છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરમાં પ્રવેશી તો ત્યાં યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો પરંતુ તેની પત્ની અને બે બાળકો પણ ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
ધુલે જિલ્લામાં બની ઘટના
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં આવો જ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જે દિલ્હીની બુરારી ઘટનાની યાદ અપાવે છે.ધુલે શહેરમાં એક ઘરમાંથી એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. મૃતકોમાં દંપતી અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. આખા પરિવારના વિનાશથી પરિવારના અન્ય સભ્યોમાં આઘાત જોવા મળ્યો છે.જો કે તેમના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
શું કહ્યું અધિકારીએ
આ મામલાની માહિતી આપતાં ધુલે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર પોલીસને શંકા છે કે દંપતીએ પોતાના બાળકોને ઝેરી પદાર્થ પીવડાવીને આપઘાત કર્યો છે.સવારે લગભગ 11 વાગ્યે, ધુલેના દેવપુર વિસ્તારના પ્રમોદ નગરમાં આ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી કે એક વ્યક્તિએ તેના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરમાં પ્રવેશી તો ત્યાં યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો. પરંતુ તેની પત્ની અને બે બાળકો પણ ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
ડોકટરે મૃત જાહેર કર્યા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘરમાં આ દ્રશ્ય જોયા પછી, પોલીસ ટીમે પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ પછી, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિવારના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ મામલાની સત્યતા બહાર લાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.