- આંધ્રપ્રદેશમાં ટીડીપએ અત્યાર સુધી 128 બેઠકોના ઉમેદવારોની જાહેરત કરી
- નેસનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને ટીડીપી 144 બેઠકો પર ચૂંટણી લડશે
- પવન કલ્યાણની જનસેના 2 લોકસભા, 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે
તેલુગુ દેશમ પાર્ટીએ 34 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. ટીડીપી ચીફના જણાવ્યા અનુસાર 34 સીટો માટે ઉમેદવારોની પસંદગીમાં જનતાના અભિપ્રાયને મહત્વ આપવામાં આવ્યું છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આંધ્રપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
TDPએ અત્યાર સુધી 128 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી
ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે આ યાદી જાહેર કરી હતી. નવા ઉમેદવારોની યાદીની સાથે TDPએ અત્યાર સુધી 128 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથેના કરાર હેઠળ, TDP રાજ્યમાં 144 બેઠકો પર ચૂંટણી લડશે.
નાયડુએ ચૂંટણીમાં તેમની જીત સુનિશ્ચિત કરવા હાકલ કરી
ચંદ્રાબાબુ નાયડુએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, “અમે લોકો સમક્ષ 2024ની આગામી વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની પ્રથમ યાદી પહેલાથી જ રજૂ કરી દીધી છે. હવે, અમે 34 નામોની બીજી યાદી બહાર પાડી છે. ટીડીપીના વડાના જણાવ્યા અનુસાર, 34 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં જનતાના અભિપ્રાયને મહત્વ આપવામાં આવ્યું છે. નાયડુએ લોકોને ટીડીપીના ઉમેદવારોને આશીર્વાદ આપવા અને ચૂંટણીમાં તેમની જીત સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી.
એનડીએ, ટીડીપી અને જનસેના વચ્ચે સીટ વહેંચણીના કરાર
તાજેતરમાં, આંધ્ર પ્રદેશમાં એનડીએના સાથીઓએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે તેમની સીટ-વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જે અંતર્ગત ભાજપ છ લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર જ્યારે ટીડીપી 17 લોકસભા અને 144 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ કરાર હેઠળ પવન કલ્યાણની જનસેના બે લોકસભા અને 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.