સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર તો વીડિયો એવા હોય છે કે હસી હસીને પેટ દુઃખી જાય. ત્યારે એક એવો વીડિયો શિક્ષકનો વાયરલ થો છે જેમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનું મફતનું મનોરંજન થઇ ગયું. ત્યારે આવો જાણીએ એવું તો શું છે આ વીડિયોમાં, કે તમે પણ હસવા લાગશો.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે શિક્ષક શાળામાં ભણાવી રહ્યા છે. ક્લાસરૂમમાં તેઓ બોર્ડ પર કંઇક લખી રહ્યા હતા. ને અચાનક જ તેઓ પાછળ ફરે છે અને આખા એક્સપ્રેશન જ બદલાઇ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું કે તેઓ ક્યારેક ડરામણું વર્તન કરી રહ્યા છે. ડરાવના અવાજ કાઢી રહ્યા છે. તેમની ચાલવાની સ્ટાઇલ પણ બદલાઇ જાય છે. અચાનક જ શિક્ષકનું વર્તન ચેન્જ થઇ જાય છે. એક તરફથી તો જોઇને હસુ આવે કે શિક્ષકને શું થઇ ગયું. જો કે આ વિશે કોઇ માહિતી નથી કે શિક્ષકને કંઇ થઇ ગયુ કે પછી તેઓ એક્ટિંગ કરી રહ્યા હતા. પરંતુ વીડિયો વાયરલ થતા યુઝર્સ અનોખી કમેન્ટ કરી રહ્યા છે.
આ શું કરી રહ્યા છે શિક્ષક ?
આ વીડિયોને @veejuparmar નામના એકાઉન્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'ભૌતિક વિજ્ઞાન શીખવતી વખતે શિક્ષક પર ભૂક સવાર થઇ ગયું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભરપૂર વાયરલ થઇ રહ્યો છે. લોકો અવનવી કમેંટ કરી રહ્યા છે. શિક્ષકના આવા વર્તનને જોઇને કોઇ કહી રહ્યુ છે કે સર સાથે આ શું થઇ ગયુ. તો કોઇ કહે છે કે સરમાં ન્યૂટનની આત્મા આવી ગઇ કે શું. આ વાયરલ વીડિયો ક્યાંનો છે, શિક્ષક આ શું કરી રહ્યા હતા તે વિશે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા લોકો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.
(Desclaimer: અહીં દર્શાવેલા વીડિયોની સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતુ નથી )