• સોનાક્ષી બ્લેક પોલ્કા આઉટફિટ્માં મળી જોવા
  • ઝહીર વ્હાઈટ અને ગ્રે આઉટફિટ્સમાં થયો સ્પોટ
  • રેસ્ટોરાંની બહાર ઝહીરે રાખ્યું સોનાક્ષીનું ખાસ ધ્યાન

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ગયા મહિને 23 જૂને પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા. આ પછી બંનેએ એક ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું. બંનેના લગ્નને એક મહિનો પૂરો થયો છે. સોનાક્ષી સતત ઝહીર સાથે વીડિયો અને ફોટો શેર કરી રહી છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપલ સાથે છે અને ઝહીર સોનાક્ષીનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. જેને લઈને યૂઝર્સ અનેક અટકળો લગાવી રહ્યા છે.

શું સોનાક્ષી સિન્હા પ્રેગનન્ટ છે?

આ વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સના મનમાં અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. યૂઝર્સ અંદાજ લગાવી રહ્યા છે કે સોનાક્ષી પ્રેગનન્ટ છે. સોનાક્ષી બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે તો ઝહીર વ્હાઈટ અને ગ્રે આઉટફિટ્સમાં છે. બંને સાથે કોઈ રેસ્ટોરાની બહાર આવી રહ્યા છે. જ્યારે સોનાક્ષી સીડીઓ ઉતરે છે તો ઝહીર તેને સંભાળી રહ્યા છે. વીડિયોમાં ઝહીરે સોનાક્ષીનો હાથ પકડી રાખ્યો છે.

 

શું સાચે પ્રેગનન્ટ છે સોનાક્ષી?

વીડિયોમાં જોઈ શકાય છે તેમ ઝહીર સોનાક્ષીનો હાથ પકડીને તેને ગાડીમાં બેસાડે છે અને દરવાજો બંધ કરે છે. સોનાક્ષી ઝહીરના આ વીડિયો પર યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમાંથી અનેક યૂઝર્સ એક્ટ્રેસના પ્રેગનન્ટ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે એક્ટ્રેસ આ બ્લેક આઉટફિટ્સથી બેબી બંપ છુપાવી રહી છે તો કેટલાકનું કહેવું છે કે એક મહિનામાં જ એક્ટ્રેસ પ્રેગનન્ટ થઈ ગઈ. અન્ય એક યૂઝરે લખ્યું પ્રેગનન્સી મોડ.

ઝહીર સાથે લગ્ન બાદ ખુશ છે સોનાક્ષી

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું હતું કે તે ઝહીર સાથે લગ્ન કરીને ખુશ છે. ઝહીરના ઘરે આવીને તેને ઘર જેવો જ અનુભવ થાય છે કેમકે તેણે તેની સાથે ઘણો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો અવસર મળે છે. સોનાક્ષીએ એમ પણ કહ્યું કે અમે હંમેશા એક સારા દોસ્ત રહ્યા છીએ અને કદાચ અમે જલ્દી લગ્ન કરી શકતા. સોનાક્ષીએ એમ પણ કહ્યું કે હું ખુશ છું કેમકે મને લાગે છે કે મેં કંઈક એવું કર્યું જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે મને લાગે છે કે હું ત્યાં છું જ્યાં મારે હોવું જોઈતું હતું.  

  • Follow us on: