• સોન્ગ રાઈટરે અચાનક દુનિયાને કહ્યું અલવિદા
  • અજ્ઞાત કારણોને લીધે થયું નિધન
  • સોશિયલ મીડિયા પર મળી જાણકારી

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડસ્ટ્રીના જાણે કે ખરાબ દિવસો ચાલી રહ્યા છે. અવારનવાર કોઈના ને કોઈના નિધનના સમાચાર આવી રહ્યા છે. હવે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સ્ટાર જેરી મિલરનું નિધન થયું છે. સોન્ગ રાઈટરે 81 વર્ષે દુનિયાને અચાનક અલવિદા કહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મળી જાણકારી

મિલરનું શનિવારે રાતે નિધન થયું હતું. જો કે તેમનું નિધન કેવી રીતે થયું તેને લઈને ખુલાસો થયો નથી. એક ફેનના પેજ પર તેમના મોતના સમાચાર આવ્યા અને સાથે તેઓએ પોસ્ટમાં લખ્યું કે દુઃખ સાથે કહેવું પડે છે કે જેરી મિલર આ દુનિયામાં રહ્યા નથી. પરિવારે અપીલ કરી છે કે કેટલીક ગોપનીયતાને સન્માન આપો. એટલું નહીં પરિવારે લોકોને કહ્યું કે હાલમાં તેઓએ ફોન કોલ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આભાર... ।

 

સંગીતની દુનિયામાં જાણીતો ચહેરો

જ્યારે લોકોને મિલરના નિધનના સમાચાર મળ્યા તો નેટિજન્સે ઈન્ટરનેટ પર રિએક્ટ કર્યું. સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા અને તમામે મિલરની એક પોસ્ટને શ્રદ્ધાંજલિ આપી અને સાથે પ્રાર્થના પણ કરી. ઉલ્લેખનીય છે કે જેરી મિલર જાણીતા નોર્થવેસ્ટ ડાન્સ અને રોક બેન્ડની સાથે વગાડતા અને રેકોર્ડિંગ કરતા હતા.

લોકોના દિલમાં હંમેશા રહેશે મિલર

લોકોને તેમનું કામ પસંદ આવતું અને સાથે મિલરની દીવાનગી લોકોના દિલમાં પણ જોવા મળતી. ભલે તેમનો અવાજ આપણી વચ્ચે રહ્યો નથી પણ લોકોના દિલમાં મિલરની એક અલગ જ જગ્યા રહેશે. ઉલ્લેખનીય છે કે મિલર એ વ્યક્તિ છે જેઓએ બોબી ફુલર ફોર કે હિટ રેકોર્ડ 'આઈ ફાઈટ દ લૉ'ની શરૂઆતના કેટલાક ભાગમાં ગિટાર પ્લે કર્યું હતું.  

  • Follow us on: