• તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી 2 કરોડનું સોનું ઝડપાયુ
  • એરપોર્ટ ઇન્ટેલિજેન્સ યુનિટને એક યુવક પર ગઇ હતી શંકા
  • શંકા જતા સામાન ચેક કરાયો તો અઢી કિલો સોનું નીકળ્યું

તમિલનાડુ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી પકડાઇ છે. તિરુચિરાપલ્લી એરપોર્ટની આ ઘટના છે. એરપોર્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના અધિકારીઓએ ગુરુવારે 2.5 કિલો 24 કેરેટનું સોનુ જપ્ત કર્યુ છે. જેની બજાર કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે સોનાની દાણચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ગજબ જોવા મળી.

સોનાની દાણચોરી માટે નવી મોડસ ઓપરેન્ડી

આપણે જોઇએ છીએ કે ક્યારેક આંતર વસ્ત્રોમાં તો ક્યારેક ચંપલમાં એવી અલગ અલગ ખુફિયા રીતે સોનુ લાવતા ઝડપી પાડવામાં આવે છે. ત્યારે તમિલનાડુમાંથી ઝડપાયેલુ આ સોનું જ્યુસર મિક્સરમાંથી પકડી પાડવામાં આવ્યુ. એરપોર્ટ પર યુવકની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળોને શંકા ગઇ. યુનિટે યુવકનો સામાન ચેક કર્યો તો તેમાથી જ્યુસર મશીન નીકળ્યુ. તેમાંછી અઢી કિલોથી પણ વધારેનું ગેરકાયદે સોનું મળી આવ્યું. અધિકારીઓએ સોનુ જપ્ત કરીને યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આ બાબતે કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે દુબઈથી તમિલનાડુ આવી રહેલા યુવકની એરપોર્ટ પર તલાશી લેવામાં આવી ત્યારે સુરક્ષા દળોને શંકા ગઈ. જ્યારે એરપોર્ટના ઈન્ટેલિજન્સ યુનિટે યુવકના સામાનની અલગથી તપાસ કરી તો તેની બેગમાં જ્યુસ મશીન મળી આવ્યું.  જેમાંથી ગેરકાયદે સંતાડેલુ સોનું મળી આવતા કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.



  • Follow us on: