આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ મંદિર તિરુપતિ બાલાજીમાં ચાલી રહેલા લાડુ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટ (SC)ના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ તિરુપતિ મંદિર પહોંચ્યા. રવિવારે (29 સપ્ટેમ્બર) ચીફ જસ્ટિસ તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિર પહોંચ્યા અને પ્રાર્થના કરી હતી.


તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશ સરકારનો દાવો છે કે જે ઘીમાંથી લાડુ બનાવવામાં આવે છે તેમાં ભેળસેળ જોવા મળી હતી. આ ભેળસેળ અગાઉની સરકાર વખતે આપવામાં આવેલા ઘીના કોન્ટ્રાક્ટને કારણે થઈ હતી. આ અંગે મંદિર સમિતિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે કહ્યું હતું કે બ્લેકલિસ્ટેડ સપ્લાયર જેનું ઘી ભેળસેળયુક્ત હતું તેને અગાઉની જગન મોહન સરકાર દરમિયાન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે આ આરોપો પર આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે. પરંતુ આ ઘટસ્ફોટ બાદ એક તરફ દેશભરના સનાતનીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી અરજીઓ થઈ રહી છે. બીજી તરફ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલુ છે. ભાજપના નેતાઓ ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે સીએમ નાયડુ પર સવાલ ઉઠાવ્યા છે કે સીએમએ ત્રણ મહિના સુધી ખુલાસો કેમ ન કર્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લાડુમાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ભેળસેળવાળું છે અને તેમાં માછલીનું તેલ, જાનવરનું તેલ અને લાર્ડ પણ હોઈ શકે છે. એનિમલ ટેલો એ પ્રાણીઓમાં રહેલી ચરબીનો ઉલ્લેખ કરે છે. અને તેમાં લોર્ડ પણ ભેળવવામાં આવતું હતું. લાર્ડ એટલે પ્રાણીની ચરબી અને એ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે આ ઘીમાં માછલીનું તેલ પણ હોઈ શકે છે. જો કે, આ રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અમુક સંજોગોને કારણે પશુઓની ચરબી અને તેમની ચરબીના નિશાન ગાયના ઘી સુધી પહોંચી શકે છે અને ટેસ્ટમાં ખોટા હકારાત્મક પરિણામ આવી શકે છે.

  • Follow us on: