ભારત વિશ્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો દેશ અને નિકાસમાં પણ વૃદ્ધિ થતી રહે છે. વર્ષ 2024-25 માટેના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, ભારતમાં લગભગ 22.6 મિલિયન મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. મે મહિનાની શરૂઆતમાં મુંબઈના એક મુખ્ય ઇરેડિયેશન ટ્રીટમેન્ટ સેન્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેના કારણે અમેરિકાએ કેરીનાં કન્સાઈનમેન્ટનો અસ્વીકાર કર્યો હતો. પરિણામે ભારતના રૂપિયા 4 કરોડ વેડફાયા હતા.


આ વર્ષે ભારતમાંથી અમેરિકામાં કેરીની નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારી માહિતી અનુસાર, 2023-24માં અમેરિકામાં કેરીની નિકાસમાં 130 ટકાનો વધારો નોંધાયો છે. મે મહિનાની શરૂઆતમાં મુંબઈમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવા છતાં હવે વેપાર સામાન્ય બન્યો છે અને નિકાસ પ્રક્રિયા ખૂબ જ ટૂંક સમયમાં પાછી પાટા પર આવી ગઈ છે. મુંબઈના આ કેન્દ્રમાં અમેરિકા જતી મોટાભાગની કેરીઓની ટ્રીટમેન્ટ કરે છે.  મે માસની શરૂઆતમાં રેકોર્ડ કરવામાં ખામી સર્જાઈ હતી, જેના કારણે યુએસ સત્તાવાળાઓ દ્વારા 12 કેરીના કન્સાઈનમેન્ટને નકારી કાઢવામાં આવ્યા હતા. આ માલની કુલ કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ ખામી હવે સંપૂર્ણપણે સુધારી લેવામાં આવી છે.

રેડીયેસન સહિતની પ્રક્રિયા કરાય છે

ભારતમાંથી અમેરિકામાં કેરીની નિકાસ 'સહકારી સેવા કરાર' હેઠળ કરવામાં આવે છે, જે APEDA (કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ) અને US USDA (યુએસ કૃષિ વિભાગ) વચ્ચેના કરાર પર આધારિત છે. આ અંતર્ગત, કેરી ફક્ત રજિસ્ટર્ડ વાવેતરમાંથી જ ખરીદવામાં આવે છે, સરકાર દ્વારા માન્ય પેકહાઉસમાં વર્ગીકૃત અને ગ્રેડ કરવામાં આવે છે, પછી ગરમ પાણીની ફૂગનાશક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને અંતે તેને રેડિયેશન પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

ગત વર્ષ કરતાં 9 ટકા વધુ ઉત્પાદન  

2023-24માં ભારતમાંથી અમેરિકામાં કેરીની નિકાસ 130% નોંધાઈ છે. 2024 25માં તેના કરતાં ૯% વધુ છે. ભારતમાં વૈશ્વિક ઉત્પાદનના 43% ઉત્પાદન ભારતમાં થાય છે. દેશના મુખ્ય કેરી ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ (27%) અને આંધ્ર પ્રદેશ છે, ત્યારબાદ બિહાર,કર્ણાટક અને ગુજરાતનો ક્રમ આવે છે.

નિકાસમાં રેકોર્ડ વધારો, ભારત ટોચ ઉપર પહોંચી શકે

ભારત હાલમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો કેરી નિકાસકાર દેશ છે. તાજેતરના ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2020-21માં $36.22 મિલિયનની કેરીની નિકાસ કરી હતી, પરંતુ 2023-24માં આ આંકડો 66% વધીને $60.14 મિલિયન થયો છે. હાલમાં ભારત 48 દેશોમાં કેરીની નિકાસ કરે છે. સૌથી મોટા ખરીદદારોમાં સંયુક્ત આરબ અમીરાત (31%) અને યુનાઇટેડ સ્ટેટ્સ (23%)નો સમાવેશ થાય છે. સરકારે કેરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી છે. જો ગુણવત્તા અને પ્રક્રિયાનું આ જ રીતે ધ્યાન રાખવામાં આવે તો આગામી વર્ષોમાં ભારત કેરીની નિકાસમાં ટોચ પર પહોંચી શકે છે.

  • Follow us on: