- જલિયાંવાલા બાગ હત્યાકાંડના બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિઃ PM મોદી
- માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાંજલિઃ રાષ્ટ્રપતિ
- શહીદોએ દેશની સ્વતંત્રતા ચળવળમાં ખબૂ અમૂલ્ય યોગદાન આપ્યુંઃ અમિત શાહ
PM મોદીએ 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ ઘટનાને યાદ કરીને પીડિતોની બહાદુરી અને બલિદાન દર્શાવતો એક વિડિઓ શેર કર્યો હતો. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં PM મોદીએ કહ્યું કે, દેશભરના મારા પરિવારના સભ્યો વતી, હું જલિયાંવાલા બાગ હત્યાકાંડના તમામ બહાદુર શહીદોને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાંજલિઃ રાષ્ટ્રપતિ મુર્મુ
આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડના પીડિતોને શ્રધ્ધાંજલિ પાઠવી અને કહ્યું કે, જલિયાંવાલા બાગમાં માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને મારી હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ! દેશવાસીઓએ તમામ મહાન આત્માઓના હંમેશા ઋણી રહેશે જેમણે સ્વરાજ માટે પોતાનું બલિદાન આપ્યું. મને ખાતરી છે કે, આ શહીદોની દેશભક્તિની ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે.
રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યાં હતાં બહાદુર શહીદો
વધુમાં મુર્મુએ કહ્યું કે, રોલેટ અધિનિયમો સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા સેંકડો લોકોને વહીવટીતંત્રએ દમનકારી સજા આપી હતી, તેમને બ્રિટિશ દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળી મારીને મારી નાખ્યા હતાં, જે તેમના ભારતના કબજામાં સૌથી ક્રૂર ઘટના બની હતી.
શહીદોએ દેશની સ્વતંત્રતા ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યુંઃ અમિત શાહ
જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ અર્પી અને કહ્યું હતું કે, જલિયાંવાલા બાગના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. જમેણે દેશની સ્વતંત્રતા ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
જલિયાંવાલા બાગ એ બ્રિટિશ શાસનની ક્રૂરતા અને અમાનવીયતાનું જીવંત પ્રતિક
તે સિવાય અમિત શાહે કહ્યું કે, જલિયાંવાલા બાગ એ બ્રિટિશ શાસનની ક્રૂરતા અને અમાનવીયતાનું જીવંત પ્રતિક છે. આ હત્યાકાંડે દેશવાસીઓના હૃદયમાં છુપાયેલી ક્રાંતિકારી જ્યોતને જગાડી અને આઝાદીની ચળવળને લોકોનો સંઘર્ષ બનાવી દીધો. સ્વાભિમાની લોકોના જીવનને ધૂંધવ્યું. જલિયાવાલા બાગ રાષ્ટ્ર માટે સૌ પ્રથમ બલિદાન અને સમર્પણ માટે પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત છે.
1919માં 13 એપ્રિલે બહાદુરોની હત્યા કરવામાં આવી હતીઃ રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જલિયાવાલા બાગમાં લોકોએ આપેલા બલિદાનને યાદ કર્યા હતા. જલિયાંવાલા બાગમાં અમૃતસરના શહીદોને યાદ કરીને કહ્યું કે, 1919માં 13 એપ્રિલે બહાદુરોની હત્યા કરવામાં આવી હતી. હું તેમની સર્વોચ્ચ હિંમત અને બલિદાનને સલામ કરું છું. તેમના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.