- નવી સંસદમાં ધ્વજવંદન
- મોદી સરકાર દ્વાર વિશેષસત્રનું આયોજન કરવામાં આવ્યું
- એક દિવસ પહેલા નવી ઈમારત પર તિરંગો લહેરાવવામાં આવશે
આગામી તારીખ 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે મોદી સરકારે સંસદભવનમાં એક વિશેષ સત્રનું આયોજન કર્યું છે. પાંચ દિવસીય આ સત્રમાં કયા વિષય પર ચર્ચા થશે એની વાત દરેક પક્ષમાં થઈ રહી છે. તારીખ 17 સપ્ટેમ્બરે સંસદભવનના ગજદ્વાર પર તિંરગો ફરકાવવામાં આવશે. પાંચ દિવસીય સત્રના એક દિવસ પહેલા રાજ્યસભા ચેરમેન અને લોકસભા સ્પીકર ઓમ બિરલા નવી સંસદની ઈમારતમાં તિરંગો લહેરાવશે. આ દિવસે વડાપ્રધાન મોદીને જન્મદિવસ છે. સંસદના વિશેષસત્ર દરમિયાન 19 સપ્ટેમ્બરના રોજ જૂની સંસદમાંથી તમામ કામકાજ નવી સંસદની ઈમારતમાં શિફ્ટ થઈ જશે.
વિશેષસત્રના વિષયો પર સસ્પેન્સ
નવી સંસદમાં કર્મચારીઓ માટે ડ્રેસકોડ પણ જાહેર કરાયો છે. આ ડ્રેસ કોડ અંતર્ગત લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ ખાખી રંગના ડ્રેસમાં જોવા મળશે. હવેથી તેમણે કોઈ બંધગળાનો સુટ નહીં પહરેવો પડે. જ્યારે કર્મચારીઓનું શર્ટ ગુલાબી રંગનું હશે. જેના પર કમળનું નિશાન હશે. પાંચ દિવસ વિશેષસત્ર બોલાવવા પાછળનું હેતું હજુ સુધી સ્પષ્ટ થયો નથી. આ દરમિયાન કયા ક્યા બિલ પર ચર્ચા થશે એ પણ હજું નક્કી નથી. મીડિયા રીપોર્ટમાં કરેલા દાવા અનુસાર આ સત્રમાં વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થઈ શકે છે.
વડાપ્રધાન મોદી હાજરી આપશે
સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ધ્વજવંદનના કાર્યક્રમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. 19 સપ્ટેમ્બરે ગણેશચોથ બાદ નવા સંસદભવમાં કામકાજ શરૂ કરવામાં આવશે,. જોકે, આ દિવસનો સમગ્ર શેડ્યુલ શું રહેશે એ અંગે હજું સસ્પેન્સ યથાવત છે. નવી સંસદની ઈમારતમાં તિરંગો લહેરાવવામાં આવશે એ નક્કી છે. એ સિવાય સરકારી કોઈ કાર્યક્રમ છે કે નહીં એ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.