• નકલી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સબમિટ કરાવીને નોકરી મેળવી
  • તત્કાલીન ગ્રામીણ ડાક સેવક મોનુ અને દીપક તરીકે આરોપીની ઓળખ
  • પોસ્ટલ વિભાગમાં ભરતી કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા તપાસ ચાલુ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ શુક્રવારે પોસ્ટલ ભરતીના સંબંધમાં અનુક્રમે જિલ્લા હમીરપુર અને હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં પોસ્ટ કરવામાં આવેલા ભૂતપૂર્વ ગ્રામીણ ડાક સેવક અને મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ નકલી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સબમિટ કરીને નોકરી મેળવવાના આરોપમાં અજાણ્યા વ્યક્તિઓ સામે પણ કેસ નોંધ્યા છે.

આરોપીઓ તત્કાલિન ગ્રામીણ ડાક સેવક મોનુ અને દીપક તરીકે થઈ

મળતી માહિતી અનુસાર, આરોપીઓની ઓળખ કફારા ખાતે તત્કાલીન ગ્રામીણ ડાક સેવક (GDS) ABPM મોનુ અને તત્કાલીન ગ્રામીણ ડાક સેવક (GDS) ABPM દીપક તરીકે કરવામાં આવી છે. બંને હિમાચલ પ્રદેશના રહેવાસીઓ છે. એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ કેસો પોસ્ટલ ભરતી કૌભાંડના મામલામાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા બે કેસોને આગળ વધારવામાં આવ્યાં હતાં. જેમાં ખોટા અને બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો તેમજ પ્રમાણપત્રો વગેરે સબમિટ કરીને આ નોકરીઓ મેળવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બનાવટી શૈક્ષણિક લાયકાતના આધારે નોકરી મેળવી

વધુમાં જાણવા મળ્યું હતું કે, તેમની વિરુદ્ધ એવો આરોપ છે કે આરોપીઓએ એક કાવતરું રચીને બનાવટી શૈક્ષણિક લાયકાતના બનાવટી ખોટા દસ્તાવેજો મેળવ્યાં હતાં અને હિમાચલ પ્રદેશમાં પોસ્ટલ વિભાગમાં ગ્રામીણ ડાકસેવક/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર્સ તરીકે પસંદગી માટે પણ તેનો ઉપયોગ કર્યો હતો.

ખોટી રીતે પગાર મેળવીને ટપાલ વિભાગને નુકસાન પહોંચાડ્યું

તેઓએ કથિત રીતે અહીં નોકરી કરીને ખોટી રીતે પગાર મેળવ્યો અને ટપાલ વિભાગને નુકસાન પહોંચાડ્યું. હરિયાણાના ભિવાની અને હિસાર જીલ્લામાં રહેતાં બંને આરોપીઓના પરિસરમાં બે સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું અને કેટલાક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

  • Follow us on: