- ગાઝીપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના સાંસદને HCએ આપી રાહત
- ગેંગસ્ટર કેસમાં સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત
- આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 4 જુલાઈએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો
ઉત્તર પ્રદેશની ગાઝીપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગાઝીપુર MP MLA કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. ગેંગસ્ટર કેસમાં નીચલી કોર્ટે અફઝલ અંસારીને 4 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 4 જુલાઈએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં ગયા વર્ષે 29 એપ્રિલે 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અફઝલ અંસારીને જેલમાં જવું પડ્યું કારણ કે તેને 4 વર્ષની સજા થઈ હતી અને તેની સંસદ સભ્યતા પણ રદ કરવામાં આવી હતી. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની સજા પર સ્ટે મુકવાને કારણે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહની સિંગલ બેન્ચે નીચલી કોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે.













