• હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગમાં દોડધામ
  • ઘટનામાં અનેક લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી 
  • અનેક મહિલાઓ અને બાળકોને એટાહ મેડિકલ કોલેજમાં દાખલ

ઉત્તર પ્રદેશના હાથરસના એક ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સત્સંગમાં અચાનક નાસભાગ મચી જવાથી 60થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી 100થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સત્સંગનું આયોજન સિકંદરરાવના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જ ભક્તોમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલોને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: