- યુપીમાં સપા અને બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ
- ફરીએકવાર અખિલેશ યાદવે કર્યા કેશવ પ્રસાદ પર પ્રહાર
- અખિલેશ યાદવને કેશવ પ્રસાદે આપ્યો વળતો જવાબ
સપા અને બીજેપી વચ્ચે વિવાદિત નિવેદનોનો દોર યથાવત જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી યુપીનું રાજકારણ ગરમાયુ છે ત્યારે વધુ એકવાર અખિલેશ યાદવે યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ડે.સીએમ કેશવ પ્રસાદ મોર્યને લઇને નિવેદન આપતા જણાવ્યું કે કેશવજી દિલ્હીનું મોહરુ છે. તેઓ દિલ્હીના વાઇ ફાઇનો પાસવર્ડ છે. યોગી સરકાર પર પ્રહાર કરતા અખિલેશે કહ્યું કે યુપીમાં પોલીસ જ પોલીસને પકડી રહી છે. યુપીની નોકરશાહીમાં એક જ જાતિના અધિકારીઓનું વર્ચસ્વ છે. ત્યારે આ મામલે કેશવ પ્રસાદ મોર્યએ વળતો જવાબ આપ્યો છે.
કમળ ખીલતુ જ રહેશે-કેશવપ્રસાદ મોર્ય
સપા પ્રમુખ અખિલેશ યાદવના નિવેદનનો કેશવ પ્રસાદ મોર્યએ વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના પ્યાદા બની ગયેલા એસપી બહાદુર અખિલેશ યાદવે ભાજપ વિશે ગેરસમજો ફેલાવવા, પછાત વર્ગોને નિશાન બનાવવા અને તેમનું અપમાન કરવાને બદલે સપાને લુપ્ત થવાથી બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. વધુમાં જણાવ્યું કે ભાજપ 2027માં 2017નું પુનરાવર્તન કરશે, કમળ ખીલ્યુ છે. ખીલતુ રહેશે અને કમળ જ ખીલશે તેમ જણાવ્યું હતું.
100 લાવો અને સરકાર બનાવો- અખિલેશ યાદવ
મહત્વનું છે કે આવુ પહેલીવાર નથી જ્યારે અખિલેશ યાદવ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે શબ્દ યુદ્ધ જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ તેઓએ નિવેદનબાજી કરતા ગરમાવો આવ્યો હતો. અગાઉ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા મોનસૂનની ઓફર આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 100 લાવો અને સરકાર બનાવો. અખિલેશના આ નિવેદન પર કેશવ પ્રસાદ મૌર્યએ વળતો જવાબ આપ્યો હતો.
મુંગેરીલાલના સુંદર સપના જોવા દો- કેશવ પ્રસાદ મૌર્ય
કેશવ પ્રસાદ મોર્યએ જવાબ આપતા કહ્યું કે મોન્સૂન ઓફરને જનતા અને કાર્યકર્તા 2027માં 47 પર સમેટાઇ જશે. એક ડૂબતું જહાજ અને સમાપ્ત થનારુ દળ કે જેનું વર્તમાન અને ભવિષ્ય જોખમમાં છે. તે મુંગેરીલાલના સુંદર સપના જોઈ શકે છે, પરંતુ તે પૂરા થઈ શકતા નથી. અમે 2027માં 2017નું પુનરાવર્તન કરીશું અને પછી કમાલની સરકાર બનાવીશું.