- હત્યા માટે હથિયાર પૂરા પાડનારા સામે કાર્યવાહી
- રોહત મોઈ ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીનો જમણો હાથ હતો
- રોહિત મોઈ ઘણા ગેંગસ્ટર સાથે સંબંધ ધરાવે છે
યુપી STF એ ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને તે સમયના રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ તેજ કરી છે. હવે તે આ હુમલાખોરોને હથિયાર પૂરા પાડનાર હથિયાર સપ્લાયર ગેંગ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. રીપોર્ટ મુજબ હવે યુપી STFના હાથે કથિત રીતે ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર સપ્લાયર ગેંગસ્ટર રોહિત મોઈ સુધી પહોંચ્યા છે. રોહત મોઈ ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીનો જમણો હાથ હતો અને ગોગીની હત્યા બાદ તેની ગેંગ સમગ્ર ઉત્તર ભારતમાં રોહિત મોઈએ સંભાળી છે.
કયા ગેંગસ્ટર સાથે સંબંધ ધરાવે છે?
ગેંગસ્ટર મોઇના જેલમાં ઘણા ગુનેગારો સાથે ફોટા જોવા મળ્યા હતા. તે લોરેન્સ સાથેની કેટલીક વાયરલ તસવીરોમાં પણ જોવા મળ્યો હતો. મોઇ જિગાના પિસ્તોલનો સૌથી મોટો સપ્લાયર છે અને જિગાના પિસ્તોલનો ઉપયોગ કરીને અતિક-અશરફની હત્યામાં કરવામાં આવી હતી. આ જ કારણ છે કે યુપી પોલીસ, એસટીએફ જિગાના પિસ્તોલના હથિયાર સપ્લાય કરનારાઓ પર નજર રાખી રહી છે. આ મામલે પૂછપરછ કરવા માટે પોલીસ તિહાડ જેલમાં ગેંગસ્ટરની પૂછપરછ કરી શકે છે.













