- જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બન્યા આર્મી ચીફ
- મોટા ઓપરેશનની સંભાળી ચૂક્યા છે કમાન
- સેનાના નવા 30મા COAS
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના 30મા નવા સેનાઅધ્યક્ષ બન્યા છે. રવિવારે આર્મી સ્ટાફના 30મા ચીફ (COAS) તરીકે ચાર્જ સંભાળ્યો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલા જનરલ મનોજ પાંડેએ આ જવાબદારી લીધી હતી. દ્વિવેદી આ પદ સંભાળશે તેવી જાહેરાત 11 જૂને કરવામાં આવી હતી.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફેબ્રુઆરી 2024 થી જૂન 2024 સુધી સેનાના નાયબ વડા તરીકે સેવા આપી હતી. આ પહેલા તેમણે IGAR (GOC) અને સેક્ટર કમાન્ડર આસામ રાઈફલ્સ તરીકે પણ કામ કર્યું હતું. દ્વિવેદીએ 2022 થી 2024 સુધી રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ અને નોર્ધન આર્મીની કમાન પણ સંભાળી છે.
કોણ છે ઉપેન્દ્ર ત્રિવેદી ?
- 1 જુલાઈ 1964ના રોજ જન્મેલા દ્વિવેદી મધ્યપ્રદેશના રહેવાસી છે.
- તેમણે સૈનિક સ્કૂલ રીવા (MP)માં અભ્યાસ કર્યો અને જાન્યુઆરી 1981માં નેશનલ ડિફેન્સ એકેડમીનો ભાગ બન્યો.
- ડિફેન્સ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમફિલ છે અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડિગ્રી ધરાવે છે.
- 15 ડિસેમ્બર 1984ના રોજ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 18મી બટાલિયનમાં નિમણૂક કરવામાં આવી હતી.
- તેમની સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે કાશ્મીર ખીણમાં તેમજ રાજસ્થાનના રણમાં બટાલિયનની કમાન્ડ સંભાળી હતી
- કાશ્મીર ઘાટી તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી.
- ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.
અનેક પુરસ્કારથી કરાયા સન્માનિત
દ્વિવેદીએ ભારત-મ્યાનમાર બોર્ડર મેનેજમેન્ટ પર પહેલું સંકલન તૈયાર કર્યું છે. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ અને ત્રણ GOC-in-C કમ્મેન્ડેશન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
કામનો બહોળો અનુભવ
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને તમામ પ્રકારના હવામાનમાં કામ કરવાનો અનુભવ છે. તેમણે રણની આકરી ગરમીથી લઈને નદીઓ સહિત કાશ્મીરની બર્ફીલી ઠંડી સુધી અનેક અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમણે ઘણા આતંકવાદ વિરોધી ઓપરેશનને કમાન્ડ કર્યા હતા. તેઓ ભારતીય સેનાના સૌથી મોટા આર્મી કમાન્ડના આધુનિકીકરણમાં પણ સામેલ હતા, જેમાં સ્વ-નિર્ભર ભારત હેઠળ સ્વદેશી ઉપકરણો સામેલ હતા.