ભારતના પ્રવાસે આવેલા અમેરિકી જાસૂસ વિભાગના ચીફ તુલસી ગાબર્ડે ભારત અને અમેરિકાના સંબંધો, ભગવાન કૃષ્ણના ઉપદેશોનો પ્રભાવ અને ભારતીય ફૂડ સહિત વિવિધ વિષયો પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશો તેમના માટે શક્તિ અને માર્ગદર્શનનો સ્ત્રોત રહ્યા છે.
'ભગવત ગીતાનો છે આશરો'
ભારતની સત્તાવાર મુલાકાતે આવેલી તુલસી ગબાર્ડે ANI સાથેની એક મુલાકાતમાં કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ ક્ષેત્રોમાં સેવા આપવાની વાત હોય કે આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, હું મારા શ્રેષ્ઠ અને ખરાબ સમયમાં ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશો તરફ વળું છું.
અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાયેલી પહેલી હિંદુ તુલસી ગાબર્ડ હંમેશા ભગવદ ગીતા સાથે પોતાના ઊંડા લગાવ પ્રત્યે વાત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ ભારત આવે છે તો તેમને ઘર જેવો અનુભવ થાય છે અને અહીંના લોકો હંમેશા તેમનું સ્વાગત કરે છે.
આ ઇન્ડિયન ફૂડ છે પસંદ
તુલસી ગબાર્ડે કહ્યું કે મને ભારત ખૂબ ગમે છે. જ્યારે હું અહીં આવું છું ત્યારે મને હંમેશા ઘર જેવું લાગે છે. અહીંના લોકો ખૂબ જ હળીમળી જાય તેવા અને દયાળુ છે અને અહીંનું ભોજન હંમેશા સ્વાદિષ્ટ હોય છે. તેમણે પોતાની મનપસંદ ભારતીય વાનગી વિશે વાત કરતાં કહ્યું કે કે તેને દાલ મખની ખૂબ ભાવે છે. સાથે જ ફ્રેશ પનીરમાંથી બનેલી દરેક વાનગી તેને સ્વાદિષ્ટ લાગે છે.
પીએમ મોદીએ મહાકુંભનું ગંગાજળ અર્પણ કર્યું
ગબાર્ડે ટેરિફ મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે સીધી વાતચીતના મહત્વ પર પણ ભાર મૂક્યો. યુએસ ઇન્ટેલિજન્સ વિભાગના વડાએ પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળ્યા. પીએમ મોદીએ તેમને મહાકુંભનું ગંગાજળ પણ ભેટ આપ્યું. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગબાર્ડે પીએમ મોદીને રુદ્રાક્ષની માળા ભેટમાં આપી હતી.