- આદિત્યનાથે સતત 7 વર્ષ અને 148 દિવસ સુધી CM બનવાનો નવો રેકોર્ડ બનાવ્યો
- ઉત્તર પ્રદેશના વિધાન ભવનમાં સતત આઠમી વખત ધ્વજ ફરકાવનાર પ્રથમ મુખ્યમંત્રી પણ બની ગયા
- યોગી પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી ડો.સંપૂર્ણાનંદ સૌથી વધુ સમય સુધી આ પદ સંભાળી ચુક્યા છે
આમતો ઉત્તરપ્રદેશનું નામ આવે અને યોગી આદિત્યનાથનો ઉલ્લેખ ન આવે એવુ શક્ય જ નથી. યોગી આદિત્યનાથે સતત 7 વર્ષ અને 148 દિવસ સુધી CM બનવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. CM યોગી આદિત્યનાથ પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી ડો.સંપૂર્ણાનંદ સૌથી વધુ સમય સુધી આ પદ સંભાળી ચુક્યા છે. આ સાથે તેઓ ઉત્તર પ્રદેશના વિધાન ભવનમાં સતત આઠમી વખત ધ્વજ ફરકાવનાર પ્રથમ મુખ્યમંત્રી પણ બની ગયા છે.
ચૌધરી ચરણ સિંહ, મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ તેમના આ રેકોર્ડની આસપાસ દેખાતા પણ નથી
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે રાજ્યના અનેક દિગ્ગજ કહી શકાય તેવા મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવને પાછળ છોડીને એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા સતત કાર્યકાળ સાથે મુખ્યમંત્રી બન્યા છે.
બસપા પ્રમુખ માયાવતીએ 4 વખત યુપીના મુખ્યમંત્રી પદે શપથ લીધા
ચૌધરી ચરણ સિંહ, મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ તેમના આ રેકોર્ડની આસપાસ દેખાતા પણ નથી. માયાવતીએ 4 વખત યુપીના CM બનીને તો મુલાયમ સિંહે ત્રણ વખત શપથ ગ્રહણ કર્યા હતા. જો કે આ કીર્તિમાન સ્થાપિત કરવામાં કોઇને સફળતા મળી ન હતી.
મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા
બસપા પ્રમુખ માયાવતીએ 4 વખત યુપીના મુખ્યમંત્રી પદે શપથ લીધા જો કે તેમનો કાર્યકાળ 7 વર્ષ 16 દિવસનો હતો. મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન મુલાયમ સિંહ યાદવનો કુલ કાર્યકાળ 6 વર્ષ 274 દિવસનો રહ્યો હતો.
નારાયણ દત્ત તિવારીનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી એ નેતાઓમાં થાય છે જેમના નેતૃત્વમાં પ્રદેશમાં કોઇ પાર્ટીની સતત બીજી વખત સરકાર બની હોય. 25 માર્ચ 2022ના જ્યારે યોગીએ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમણે નારાયણ દત્ત તિવારીનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. નારાયણ દત્તે 1985માં અવિભાજીત ઉત્તર પ્રદેશમાં બીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા ઉત્તરાખંડ બન્યા બાદ જોવા જઇએ તો યોગી પ્રદેશના પહેલા CM છે જેમણે સતત બીજી વખત સત્તા પર કબજો જમાવ્યો.